Connect Gujarat
દેશ

કચ્છના સંવેદનશીલ ગણાતા સરક્રિક વિસ્તારમાંથી એક પાકિસ્તાની માછીમારની કરાઇ ધરપકડ

કચ્છના સંવેદનશીલ ગણાતા સરક્રિક વિસ્તારમાંથી એક પાકિસ્તાની માછીમારની કરાઇ ધરપકડ
X

સીમા સુરક્ષા દળની પેટ્રોલિંગ દરમ્યાન આજે પાકિસ્તાનના સુજાવલ જિલ્લાના શાહ બંદર ગામના મોહમ્મદ ખમેશા સાદીક ઉંમર વર્ષ 50 ની અટક કરવામાં આવી છે પાકિસ્તાનની બોટ સાથે આ માછીમાની ધરપકડ કરવામાં આવી છે. હજુ સુધી તેની પાસે કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુઓ મળવા પામી નહોતી.

આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે. બોટને દરિયા કિનારે લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. નારાયણ સરોવર અને દયાપર પોલીસ દ્વારા પ્રાથમિક પુછપરછ બાદ તેને ભુજના હરીપર રોડ સ્થિત જોઈન્ટ ઇન્ટરોગેશ સેન્ટર ખાતે મોકલવામાં આવશે. જ્યાં જુદી જુદી એજન્સીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવશે ઉલ્લેખનીય એ છે કે હજુ તાજેતરમાં હરામીનાડા વિસ્તારમાંથી એક પાકિસ્તાની શખ્સને બાજ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યારે ફરી એક વખત પાકિસ્તાનીને ઝડપી પાડવામાં આવતા દોડધામ મચી જવા પામી છે

Next Story