Connect Gujarat
દેશ

તેલંગાણામાં એક માર્ગ અકસ્માત, BRS ધારાસભ્ય લસ્યા નંદિતાનું મોત થયું

તેલંગાણામાં એક માર્ગ અકસ્માત, BRS ધારાસભ્ય લસ્યા નંદિતાનું મોત થયું
X

તેલંગાણાથી એક માર્ગ અકસ્માતની ઘટનામાં BRS ધારાસભ્ય લસ્યા નંદિતાનું મોત થયું હતું. ધારાસભ્ય પોતાની કારમાં મુસાફરી કરી રહ્યા હતા. આ દરમિયાન કાર નિયંત્રણ બહાર નીકળી ગઈ અને સંગારેડીના અમીનપુર મંડલ વિસ્તારમાં સુલતાનપુર આઉટર રિંગ રોડ (ORR) પર ડિવાઈડર સાથે અથડાઈ. તેઓ સિકંદરાબાદ કેન્ટ સીટથી ધારાસભ્ય છે.

તેલંગાણાના સિકંદરાબાદ કેન્ટના BRS ધારાસભ્ય લસ્યા નંદિતાનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. ધારાસભ્ય પોતાની કારમાં મુસાફરી કરી રહ્યા હતા. સંગારેડીના અમીનપુર મંડલ વિસ્તારમાં સુલતાનપુર આઉટર રિંગ રોડ (ORR) પર તેમની કારે નિયંત્રણ ગુમાવ્યું અને ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ માર્ગ અકસ્માતમાં ધારાસભ્ય લસ્યા નંદિતાને ગંભીર ઈજાઓ થઈ હતી અને સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. આ અકસ્માતમાં તેનો કાર ચાલક પણ ગંભીર રીતે ઘાયલ થયો છે અને તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

Next Story