ઘરમાંથી ગરોળી ભગાડવાનો સરળ ઉપાય, કોફીમાંથી ગોળી બનાવીને મૂકો, પછી ક્યારેય જોવા નહીં મળે

ગરોળી ભગાડવા માટે તમે લસણ નો ઉપયોગ કરી શકો છો. લસણની સ્મેલથી ગરોળી તરત જ ઘરમાંથી ભાગી જતી હોય છે.

New Update
ઘરમાંથી ગરોળી ભગાડવાનો સરળ ઉપાય, કોફીમાંથી ગોળી બનાવીને મૂકો, પછી ક્યારેય જોવા નહીં મળે

ગરોળીથી અનેક લોકોને ડર લાગે છે. ગરોળી સામાન્ય રીતે દીવાલો પર વધારે જોવા મળે છે. એમાં પણ જ્યારે ઘરમાં ગરોળી હોય ત્યારે આપણે ભાગવાની વાત કરતાં હોઈએ છીએ. જ્યારે અનેક લોકો એવા હોય છે જેને ગરોળી કાઢવાનો ડર લાગતો નથી. પરંતુ ઘણી વાર ગરોળીને ઘરમાથી કાઢી મૂકીએ છીએ છતાં પણ તે પછી ઘરની દિવાલોમાં જોવા મળે છે. તો આજે અમે તમને ગરોળી કાઢવાના સરળ ઉપાયો વિષે જણાવીશું.

લસણ:-

ગરોળી ભગાડવા માટે તમે લસણ નો ઉપયોગ કરી શકો છો. લસણની સ્મેલથી ગરોળી તરત જ ઘરમાંથી ભાગી જતી હોય છે. આ માટે તમે લસણને ફોલિને તેના ફોતરાં ખૂણામાં મૂકી દો. ફોતરાની સાથે તમે લસણને પણ મૂકી શકો છો. લસણ ના ફોતરાં અને લસણની વાસ થી ગરોળી આવશે નહીં અને આપોઆપ ભાગી જશે.

કાળા મરી અને લાલ મરચું:-

કાળા મરી અને લાલ મરચાનું પાણી બનાવીને તમે સરળતાથી ગરોળીને ભગાડી શકશો. આ માટે તમે કાળા મરી લો અને તેનો પાવડર બનાવી લો. આ પાવડરમાં લાલ મરચું મિક્સ કરી તેમાં જરૂર મુજબનું પાણી એડ કરો. પછી આ પાણીને સ્પ્રે ની બોટલમાં ભરી દો અને આ પાણીને ઘરની આજુબાજુ ચારેય તરફ છાંટો. આ પાણી નો ડેઇલી સ્પ્રે કરવાથી ગરોળી ઘરમાથી ભાગી જાય છે. આ એક તમારા માટે બેસ્ટ ઉપાય છે. પણ જો તમારા ઘરમાં નાના બાળકો હોય તો આ બોટલ ઊંચે મૂકવી જેથી બાળકોના હાથમાં ના આવે.

કોફી પાવડર:-

શું તમે જાણો છો કે ગરોળીને ભગાડવા તમે કોફી પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. કોફી પાવડરની ગોળીઓ ગરોળીને ભગાડવાની ઉત્તમ દવા છે. આ માટે તમે થોડો કોફી પાવડર લો અને તેમાં થોડું તમાકુ મિક્સ કરી નાની નાની ગોળીઓ બનાવો. પછી આ ગોળીને ઘરમાં મૂકો. આમ કરવાથી ગરોળી ઘરમાથી દૂર થઈ જશે.   

Latest Stories