બિહારમાં જિલ્લા શિક્ષણાધિકારીના ઘરે વિજીલન્સના દરોડામાં મળ્યો બેનામી રૂપિયાનો ઢગલો

વિજીલન્સની ટીમે ગુરૂવારે દરોડા પાડ્યા તો તેમના ઘરેથી મોટાપાયે રોકડ પકડાઈ હતી.આ રકમ એટલી વધારે હતી કે આખો બેડ ભરાઈ ગયો હતો અને નોટોની ગણતરી કરવા માટે મશીન મંગાવવા પડ્યા

New Update
Bihar vigilance raid

બિહારના બેતિયા જિલ્લામાં જિલ્લા શિક્ષણાધિકારીને ત્યાં ચલણી નોટોનો ઢગલો પકડાયો છે.વિજીલન્સની ટીમે ગુરૂવારે દરોડા પાડ્યા તો તેમના ઘરેથી મોટાપાયે રોકડ પકડાઈ હતી.આ રકમ એટલી વધારે હતી કે આખો બેડ ભરાઈ ગયો હતો અને નોટોની ગણતરી કરવા માટે મશીન મંગાવવા પડ્યા હતા. 

Advertisment

અધિકારીની ઓળખ રજનીકાંત પ્રવીણ તરીકે થઈ છે. તેમના ઘરે દરોડાની કાર્યવાહી કરવા ટીમ પહોંચી ત્યારે તેઓ પૂજા કરી રહ્યા હતા. વિજિલન્સની ટીમે બેતિયામાં રજનીકાંત પ્રવીણના નિવાસસમસ્તીપુરમાં તેમના સાસરિયા અને દરભંગામાં પણ કેટલાક ઠેકાણે કાર્યવાહી હાથ ધરી હતી.

વિજિલન્સની ટીમની તપાસમાં જાણવા મળ્યું કે કાળી કમાણી કરનાર આ DEO ઓફિસર બેતિયાના વસંત વિહાર વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા હતા. વિજિલન્સની ટીમે એ જ ઘરમાં દરોડાની કાર્યવાહી કરી હતી.8 સભ્યોની ટીમે દરોડાની કાર્યવાહી કરી હતી.

DEO રજનીકાંત ઉપરાંત તેમની પત્ની સુષ્મા વિશે પણ આવી જ માહિતી મળી છે,પત્ની સુષ્મા તિરુટ એકેડેમી પ્લસ ટુ સ્કૂલમાં શિક્ષિકા છે. પરંતુ તેમણે ત્યાંથી શૈક્ષણિક રજા લીધી અને દરભંગામાં એક મોટી ખાનગી શાળા ચલાવે છે. વિજીલન્સના સૂત્રોનું કહેવું છે કે રજનીકાંત અને તેમના પરિવાર પાસે પટનાદરભંગામધુબની અને મુઝફ્ફરપુરમાં મિલકતો હોવાની જાણ થઈ છે.

Latest Stories