કરૌલી-ધોલપુર હાઇવે NH-11B પર સુનીપુર ગામ પાસે એક દર્દનાક માર્ગ અકસ્માત, 11 લોકોના કરૂણ મોત

કરૌલી-ધોલપુર હાઇવે NH-11B પર સુનીપુર ગામ પાસે એક દર્દનાક માર્ગ અકસ્માત થયો હતો. સ્લીપર કોચ બસ અને ટેમ્પો વચ્ચેની અથડામણમાં 11 લોકોના કરૂણ મોત

accident2
New Update

રાજસ્થાનના ધૌલપુરથી એક હૃદયદ્રાવક સમાચાર આવ્યા છે. અહીં કરૌલી-ધોલપુર હાઇવે NH-11B પર સુનીપુર ગામ પાસે એક દર્દનાક માર્ગ અકસ્માત થયો હતો. સ્લીપર કોચ બસ અને ટેમ્પો વચ્ચેની અથડામણમાં 11 લોકોના કરૂણ મોત થયા હતા. મૃતકોમાં પાંચ બાળકો, ત્રણ યુવતી, બે મહિલાઓ અને એક પુરુષનો સમાવેશ થાય છે. તમામના મૃતદેહને બારી હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે.

ઘટના બારી સદર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. ટેમ્પો સવાર બારી શહેરના ગુમત મોહલ્લાનો રહેવાસી હતો. બરૌલી ગામમાં ભાટ કાર્યક્રમમાં હાજરી આપીને તમામ પરત ફરી રહ્યા હતા  અ દરમિયાન રસ્તામાં અકસમાત નડતાં 11 લોકોએ જીંદગી ગુમાવી.

આ અકસ્માતમાં ટેમ્પોને સંપૂર્ણ નુકસાન થયું છે. રસ્તા પર વાહનોના પાર્ટસ વેરવિખેર જોવા મળ્યા હતા. કારનો કાચ તોડી રોડ પર વિખેરાઈ ગયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે ટેમ્પોની પાછળ બેઠેલા લોકો વાહનમાં ફસાઈ ગયા હતા. ટક્કર બાદ ટેમ્પોમાં બેઠેલા કેટલાક લોકો રોડ પર પડી ગયા હતા. આ અકસ્માત શનિવારે રાત્રે લગભગ 11.30 વાગ્યાની આસપાસ થયો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે મૃતકના પરિવારને માહિતી મોકલી દેવામાં આવી છે. તેઓ ધૌલપુર આવી રહ્યા છે. પોલીસે ક્ષતિગ્રસ્ત ટેમ્પોને રસ્તા પરથી હટાવી લીધો છે.

પોલીસે બંને વાહનો કબજે લેવાયા હોવાનું જણાવ્યું હતું. ઘાયલોમાં સ્લીપર કોચનો ડ્રાઈવર અને કંડક્ટર પણ સામેલ છે. અકસ્માતની માહિતી મળતાની સાથે જ નાયબ જિલ્લા કલેક્ટર દુર્ગા પ્રસાદ મીણા, સર્કલ ઓફિસર મહેન્દ્ર કુમાર મીણા, બારી પોલીસ સ્ટેશનના સ્ટેશન ઈન્ચાર્જ વિનોદ કુમાર પોલીસ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઘટનાનો તાગ મેળવ્યો હતો.             

#road accident
Here are a few more articles:
Read the Next Article