દિલ્હીમાં હાઇકોર્ટના ન્યાયાધીશના ઘરે આગ લાગતા જ મળ્યો રોકડનો ખજાનો,જજની કરાય બદલી

જેને કંટ્રોલ કરવા જતા ટીમને ભારે માત્રામાં રોકડ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. રોકડનો ઢગલો મળી આવતા રેકોર્ડ બુકમાં પણ એન્ટ્રી કરવામાં આવી હતી.

New Update
ONLINE COURT

દિલ્હી હાઇકોર્ટના ન્યાયાધીશ યશવંત વર્માના સરકારી બંગલામાં આગ લાગી હતી.

જેને કંટ્રોલ કરવા જતા ટીમને ભારે માત્રામાં રોકડ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. રોકડનો ઢગલો મળી આવતા રેકોર્ડ બુકમાં પણ એન્ટ્રી કરવામાં આવી હતી. આ અંગે CJI નેતૃત્વ હેઠળની સુપ્રીમ કોર્ટે કોલેજિયમને જાણ કરી હતી.

ત્યારબાદ યશવંત વર્માની બદલીનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પ્રારંભિક કાર્યવાહી છે. અને સુપ્રીમ કોર્ટ આ મામલે તેમના સ્તરે પણ તપાસ કરી શકે છે. જો તપાસમાં ન્યાયાધીશ યશવંત વર્મા ખુદને નિર્દોષ સાબિત નહીં કરી શકે તો તેમનું રાજીનામું પણ માંગવામાં આવી શકે છે.

Latest Stories