અભિનેત્રી અને થિયેટર કલાકાર “ઉત્તરા બાવકર” 79 વર્ષની વયે થયું નિધન

New Update
અભિનેત્રી અને થિયેટર કલાકાર “ઉત્તરા બાવકર” 79 વર્ષની વયે થયું નિધન

ઉત્તરા બાવકરે 'મુખ્યમંત્રી'માં પદ્માવતી, 'મેના ગુર્જરી'માં મેના, શેક્સપિયરની 'ઓથેલો'માં ડેસડેમોના અને નાટ્યકાર ગિરીશ કર્નાડના નાટક 'તુગલક'માં માતાની ભૂમિકા ભજવી હતી.

જાણીતી અભિનેત્રી અને થિયેટર કલાકાર ઉત્તરા બાવકર (79)નું લાંબી માંદગી બાદ નિધન થયું છે. છેલ્લા એક વર્ષથી બીમાર બાવકરે પૂણેની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના પરિવારના નજીકના સૂત્રોએ જણાવ્યું કે બુધવારે સવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેણે દિલ્હીની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાંથી એક્ટિંગના પાઠ શીખ્યા હતા.

બાવકરે 'મુખ્યમંત્રી'માં પદ્માવતી, 'મેના ગુર્જરી'માં મેના, શેક્સપિયરની 'ઓથેલો'માં ડેસડેમોના અને નાટ્યકાર ગિરીશ કર્નાડના નાટક 'તુગલક'માં માતાની ભૂમિકા ભજવી હતી. ગોવિંદ નિહલાનીની ફિલ્મ તમસમાં તેની ભૂમિકા બાદ તે ચર્ચામાં આવી હતી.

Latest Stories