Connect Gujarat
દેશ

અભિનેત્રી પૂજા ભટ્ટ કોરોનાથી સંક્રમીત, લોકોને માસ્ક પહેરવાની કરી અપીલ

અભિનેત્રી પૂજા ભટ્ટ કોરોનાથી સંક્રમીત, લોકોને માસ્ક પહેરવાની કરી અપીલ
X

કોરોનાનો ખતરો હજુ ટળ્યો નથી. દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. બોલિવૂડ પણ આનાથી બાકી નથી રહ્યું. તાજેતરમાં જ અભિનેત્રી કિરણ ખેર કોવિડ-19 પોઝિટિવ બની હતી, અને હવે અભિનેત્રી પૂજા ભટ્ટ કોરોનાથી સંક્રમીત થઈ ગઈ છે. પૂજા ભટ્ટે તેના કોવિડ-19 પોઝિટિવ હોવાના સમાચાર સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. પૂજા ભટ્ટે જણાવ્યું કે, સંપૂર્ણ રસી લગાવ્યા બાદ પણ તેને 3 વર્ષમાં પહેલીવાર કોરોના થયો છે.

તમને જણાવી દઈએ કે, ટ્વિટર પર એક વીડિયો શેર કરતી વખતે, એક યુઝરે કેપ્શનમાં લખ્યું, 'ત્રણ વર્ષ પહેલા આ દિવસે, પીએમ મોદીની સલાહ પર લોકો વાસણો વગાડીને દેશમાંથી કોરોના વાયરસને દૂર કરી રહ્યા હતા', જેના પર ટિપ્પણી કરતા, પૂજા ભટ્ટે લખ્યું, કે, 'અને બરાબર 3 વર્ષ પછી, હું પ્રથમ વખત કોવિડ પોઝિટિવ બની છું. તમે બધા માસ્ક પહેરો! કોવિડ હજી પણ તમારી સાથે છે, અને સંપૂર્ણ રસી લીધા પછી પણ તમારા સુધી પહોંચી શકે છે. આશા છે કે, હું જલ્દી સાજી થઈ જાઉં.

Next Story