અદાણી ગ્રુપ NDTVનો 29.18 ટકા હિસ્સો ખરીદશે, અદાણી મીડિયા નેટવર્કના CEOએ આપી જાણકારી

આ પહેલાં 16 મે 2022નાં રોજ અદાણી ગ્રુપે ક્વિન્ટ મીડિયામાં 49%ની ભાગીદારી ખરીદી હતી.

New Update

અદાણી ગ્રુપ NDTV મીડિયા ગ્રુપમાં 29.18% હિસ્સો ખરીદશે. અદાણી ગ્રુપની કંપની AMG મીડિયા નેટવર્કની મદદથી આ ડીલ કરવામાં આવશે. આ અધિગ્રહણ AMG મીડિયા નેટવર્ક લિમિટેડ (AMNL)ની સબ્સિડયરી કંપની VPCLની મદદથી કરવામાં આવશે. અદાણી મીડિયા નેટવર્કના CEO સંજય પુલગિયાએ લેટર જાહેર કરી આ જાણકારી આપી છે. આ પહેલાં 16 મે 2022નાં રોજ અદાણી ગ્રુપે ક્વિન્ટ મીડિયામાં 49%ની ભાગીદારી ખરીદી હતી.



અદાણી ગ્રુપની કંપની અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડ (AEL)એ AMG મીડિયા નેટવર્કની સાથે મીડિયા ઈન્ડસ્ટ્રીમાં ડગ માંડ્યા છે. કંપનીએ 26 એપ્રિલ, 2022નાં રોજ AMG મીડિયા નેટવર્ક લિમિટેડ નામથી મીડિયા વ્યવસાયને ચલાવવા માટે એક લાખ રૂપિયાની ઈનિશિયલ ઓથરાઈઝ્ડ અને પેડઅપ શેર કેપિટલનું પ્રોવિઝન કર્યું છે. તેમાં પબ્લિશિંગ, એડવરટાઈઝમેન્ટ, બ્રોડકાસ્ટિંગ સહિત મીડિયા રિલેટેડ સહિતના કામો સામેલ રહેશે.

અદાણી મીડિયા નેટવર્કના CEO સંજય પુગલિયાએ લેટર જાહેર કરી જણાવ્યું હતું કે NDTV ભારતની ત્રણ સૌથી મોટ ચેનલ્સમાંથી એક છે, જે ટીવીની સાથે સાથે સોશિયલ મીડિયામાં પણ પોપ્યુલર છે.

#AMNL #AMG Media Network #Sanjay Puglia #અદાણી ગ્રુપ #Adani #Adani Media Network #Adani Group #ConnectFGujarat #NDTV #Adani Media #VPCL
Here are a few more articles:
Read the Next Article