અદાણી કરશે ભારતમાં 12 લાખ કરોડનું રોકાણ, ઊર્જા અને ઇન્ફ્રામાં વૃદ્ધિને નવો વેગ

ભારતમાં આગામી છ વર્ષ દરમિયાન અદાણી જૂથ દ્વારા 12 લાખ કરોડ રૂપિયાનું જંગી રોકાણ કરવાની જાહેરાત દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આર્થિક ક્ષેત્ર માટે ઐતિહાસિક ક્ષણ સાબિત થઈ શકે છે.

New Update
adani

ભારતમાં આગામી છ વર્ષ દરમિયાન અદાણી જૂથ દ્વારા 12 લાખ કરોડ રૂપિયાનું જંગી રોકાણ કરવાની જાહેરાત દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આર્થિક ક્ષેત્ર માટે ઐતિહાસિક ક્ષણ સાબિત થઈ શકે છે.

ગુ્રપના ચેરમેન ગૌતમ અદાણીએ ધનબાદ ખાતે આઇઆઇટી (આઇએસએમ)ની સેન્ટેનરી ઉજવણી દરમિયાન જણાવ્યું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, માઇનિંગ, રીન્યુએબલ એનર્જી, પોર્ટ્સ અને ટેકનોલોજી જેવા મુખ્ય ક્ષેત્રોમાં નાણાંનું મહત્ત્વપૂર્ણ રોકાણ કરવામાં આવશે. આ રોકાણ ભારતને આત્મનિર્ભરતાની દિશામાં વધુ ઝડપથી આગળ ધપાવશે અને વૈશ્વિક સ્તરે દેશની આર્થિક ક્ષમતા મજબૂત બનાવશે. અદાણીએ સ્પષ્ટ કર્યું કે દરેક પ્રોજેક્ટનો ઉદ્દેશ ભારતને ઊર્જા સુરક્ષા, પરિવહન સુવિધાઓ અને ઉદ્યોગિક ઉત્પાદન ક્ષેત્રે વધુ શક્તિશાળી બનાવવાનો છે.

ગૌતમ અદાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના આહ્વાનને ધ્યાનમાં રાખીને ઉદ્યોગો દ્વારા કરવામાં આવતાં પ્રયાસોની પ્રશંસા કરી. તેમણે આત્મનિર્ભરતાને ભારતની “નવી સ્વતંત્રતા” ગણાવી અને જણાવ્યું કે કોર્પોરેટ ક્ષેત્ર પોતપોતાનાં વ્યવસાયિક મોડલને રાષ્ટ્રીય હિત સાથે સાંકળી રહ્યું છે. અદાણી જૂથનું આ મહત્ત્વાકાંક્ષી રોકાણ માત્ર ભારતીય ઉદ્યોગ જગતમાં જ નહીં, પણ વૈશ્વિક સ્તરે પણ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે, કારણ કે આ રોકાણ ડોલરમાં જોવામાં આવે તો આશરે 140 અબજ ડોલર જેટલું થાય છે. આ ઉપરાંત, તેઓ પહેલેથી જ ઊર્જા પરિવર્તન ક્ષેત્રે આગામી પાંચ વર્ષમાં 75 અબજ ડોલરના રોકાણની જાહેરાત કરી ચૂક્યા છે.

અદાણી જૂથ હાલમાં ગુજરાતના કચ્ચના ખાવડા વિસ્તારમાં વિશ્વનું સૌથી મોટું રીન્યુએબલ એનર્જી પાર્ક બનાવી રહ્યું છે, જે 520 ચોરસ કિમી વિસ્તારમાં ફેલાયેલો વિશાળ પ્રોજેક્ટ છે. 2030 સુધી પૂર્ણ ક્ષમતાથી કાર્યરત થનાર આ ગ્રીન એનર્જી પાર્ક લગભગ 30,000 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરશે, જે છ કરોડ કરતાં વધુ ભારતીય ઘરોને એક વર્ષ સુધી પૂરતી વીજળી પુરું પાડવા સમર્થ બનશે. આ પ્રોજેક્ટ માત્ર ઓર્જા ઉત્પાદન જ નહીં, પરંતુ કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવશે અને ભારતને વૈશ્વિક ગ્રીન એનર્જી નકશા પર વધુ મજબૂત રીતે સ્થાપિત કરશે.

આ ઉપરાંત, અદાણી જૂથ માઇનિંગ અને મટીરિયલ્સ ક્ષેત્રમાં પણ મોટા પાયે પ્રવેશવાની તૈયારી કરી રહ્યું છે. કંપની ઓરમાંથી મેટલ્સ, એલોય્સ તેમજ ફિનિશ્ડ પ્રોડક્ટ્સ બનાવવાના મેન્યુફેક્ટરિંગ ઝોન વિકસાવવાનું આયોજન ધરાવે છે, જે રાષ્ટ્રીય સ્તરે ગ્રીન ટ્રાન્ઝિશન અભિયાનને વધુ વેગ આપશે. આ પહેલ ભારતને સપ્લાય ચેઇન અને નેચરલ રિસોર્સ મેનેજમેન્ટમાં આત્મનિર્ભર બનાવવા તરફ મહત્વનું પગલું છે અને સાથે જ લાખો રોજગારીના અવસર પણ ઊભા કરશે.

Latest Stories