/connect-gujarat/media/post_banners/7d439412aa4cff4aecf0591dac0b0617c3a75d8edca38dd7d419d4652669f219.webp)
ચીન સહિત ઘણા દેશોમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ભારતમાં પણ કોરોનાના ખતરાને લઈને ચિંતા વધી ગઈ છે. આ સ્થિતિમાં ભારત સરકારે લોકોને બૂસ્ટર ડોઝ લેવાની અપીલ પણ કરી છે. આ સ્થિતિમાં અદાર પૂનાવાલાની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII)એ મહત્વની જાહેરાત કરી છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ કહ્યું છે કે, કેન્દ્ર સરકારને કોવિશિલ્ડ રસીના બે કરોડ ડોઝ વિના મૂલ્યે આપવામાં આવશે.
સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, સીરમ ઇન્સ્ટિટ્યૂટના સરકારી અને નિયમનકારી બાબતોના ડિરેક્ટર પ્રકાશ કુમાર સિંહે આરોગ્ય મંત્રાલયને 410 કરોડ રૂપિયાના ડોઝ વિનામુલ્યે આપવા માટે એક પત્ર લખ્યો છે. સિંહે મંત્રાલય પાસેથી જાણવા માગ્યું છે કે, ડિલિવરી કેવી રીતે થઈ શકે. SII અત્યાર સુધીમાં રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ માટે સરકારને કોવિશિલ્ડના 170 કરોડથી વધુ ડોઝ પૂરા પાડી ચુક્યું છે.