ભારતમાં એમપોક્સનો એક અલગ કેસ આવ્યો સામે, કેન્દ્ર સરકારે સત્તાવાર જાહેરાત કરી

Featured | દેશ | સમાચાર, સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે ભારતમાં એમપોક્સનો એક અલગ કેસ સામે આવ્યો,વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા જાહેર કરવામાં આવેલી આરોગ્ય કટોકટીનો ભાગ નથી.

New Update
mpox

 જણાવ્યું કે ભારતમાં એમપોક્સનો એક અલગ કેસ સામે આવ્યો છે, જે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા જાહેરસ્વાસ્થ્ય મંત્રાલયે કરવામાં આવેલી આરોગ્ય કટોકટીનો ભાગ નથી. દર્દીને શંકાસ્પદ તરીકે ગઈ કાલે નિર્દિષ્ટ દવાખાનામાં ભરતી કરવામાં આવ્યો હતો. તેના નમૂનાનાને તપાસ માટે મોકલવામાં આવ્યા હતા, જ્યાં હવે પુષ્ટિ થઈ છે કે તે એમપોક્સ માટે પોઝિટિવ નિકળ્યો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે ગઈ કાલે 8 સપ્ટેમ્બરે જણાવ્યું હતું કે એક યુવકમાં મંકીપોક્સનો શંકાસ્પદ કેસ મળ્યો છે. આ યુવક તાજેતરમાં એવા દેશમાંથી પરત આવ્યો હતો, જ્યાં એમપોક્સ (મંકીપોક્સ) ઝડપથી ફેલાઈ રહ્યો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે દર્દીની સ્થિતિ સ્થિર છે અને તેને નિર્દિષ્ટ દવાખાનામાં આઈસોલેટ કરવામાં આવ્યો છે.

આ કેસને હાલના પ્રોટોકોલ મુજબ સંભાળવામાં આવી રહ્યો છે અને ભારતના રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર (NCDC)ની રિપોર્ટના આધારે મંત્રાલયે જણાવ્યું કે આમાં ચિંતાની કોઈ વાત નથી. મંત્રાલયે જણાવ્યું કે દર્દીનું સંપર્ક ટ્રેસિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી સંક્રમણના કોઈપણ સંભાવ્ય પ્રસારને અટકાવી શકાય.

Read the Next Article

અલકનંદા નદીમાં ટેમ્પો ટ્રાવેલર ખાબકતા 2ના મોત, 18 યાત્રિકો હતા સવાર

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ-બદ્રીનાથ હાઇવે પર એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રવાસીઓથી ભરેલો ટેમ્પો ટ્રાવેલર નિયંત્રણ ગુમાવી અલકનંદા નદીમાં ખાબકતા ભારે જાનહાનિ થઈ છે.

New Update
utn

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ-બદ્રીનાથ હાઇવે પર એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રવાસીઓથી ભરેલો ટેમ્પો ટ્રાવેલર નિયંત્રણ ગુમાવી અલકનંદા નદીમાં ખાબકતા ભારે જાનહાનિ થઈ છે.

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ-બદ્રીનાથ હાઇવે પર આવેલા ઘોલથીર વિસ્તારમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. મળતી માહિતી મુજબમુસાફરોથી ભરેલો 18 સીટર ટેમ્પો ટ્રાવેલર રુદ્રપ્રયાગથી ઉપર ચઢી રહ્યો હતો,ત્યારે અચાનક ડ્રાઈવરનું વાહન પરથી નિયંત્રણ જતું રહ્યું અને વાહન સીધું અલકનંદા નદીમાં જઈ પડ્યું. આ દુર્ઘટનાને પગલે તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી.

અગસ્ત્યમુનિરતુડા અને ગોચર પોલીસ સ્ટેશનોમાંથી પોલીસ દળો તથા SDRFની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સ્થાનિક વહીવટી તંત્ર પણ ઘટના સ્થળે પહોંચી રાહત કામગીરીમાં જોડાઈ ગયું છે.SDRF દ્વારા દરિયામાં ખાબકેલા મુસાફરોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં એક મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છેજ્યારે કેટલાક ઘાયલ લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ટેમ્પો ટ્રાવેલરમાં કુલ 18 મુસાફરો સવાર હતા. હાલ સુધીના અહેવાલ અનુસાર 2 લોકોના મોત નીપજ્યા છે,અને 7 લોકોને ઈજાઓ પહોંચી છે. પોલીસ અધિકારીઓ દ્વારા અકસ્માત અંગે વધુ માહિતી મેળવવા માટે તપાસ ચાલી રહી છે.