ચંદ્રયાન 3ની સફળતા બાદ હવે ISROની નજર શુક્ર પર, જાણો આગામી મિશન વિષેની માહિતી....

ચંદ્રયાન મિશનની સફળતા બાદ ISROની નજર હવે તારાઓ અને સૌરમંડળના બહારના ગ્રહોના રહસ્યની જાણકારી મેળવવા પર છે.

ચંદ્રયાન 3ની સફળતા બાદ હવે ISROની નજર શુક્ર પર, જાણો આગામી મિશન વિષેની માહિતી....
New Update

ચંદ્રયાન મિશનની સફળતા બાદ ISROની નજર હવે તારાઓ અને સૌરમંડળના બહારના ગ્રહોના રહસ્યની જાણકારી મેળવવા પર છે. ISROના પ્રમુખ અસ. સોમનાથે મંગળવારે કહ્યું કે ISROની બહારના ગ્રહોના રહસ્યોને ઉજાગર કરવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. જેમાંથી અમુકમાં વાયુમંડળ છે અને તેમને રહેવા યોગ્ય મનવામાં આવી રહ્યા છે. ભારતીય રાષ્ટ્રીય વિજ્ઞાન એકેડમીના કાર્યક્રમમાં સોમનાથે કહ્યું કે અંતરિક્ષ એજન્સી શુક્ર ગ્રહના અભ્યાસ માટે મિશન મોકલવા અને અંતરિક્ષના જળવાયુ તથા પૃથ્વી પર તેના પ્રભાવનો અભ્યાસ કરવા માટે બે ઉપગ્રહ મોકલવાની યોજના પણ બનાવી રહી છે. તેમણે કહ્યું એક્સપર્ટ્સ કે એક્સ-રે પોલરીમીટર સેટેલાઈટને આ વર્ષે ડિસેમ્બરમાં લેન્ચ કરવાની તૈયારી છે. આ સેટેલાઈટને તે તારાઓના અભ્યાસ માટે મોકલવામાં આવશે જે સમાપ્ત થવાની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા છે. અમે એક્સોવર્લ્ડ્સ નામના સેટેલાઈટ પર પણ વિચાર કરી રહ્યા છીએ. જે સૌરમંડળતી બહારના ગ્રહો અને અન્ય તારાના ચક્કર લગાવી રહેલા ગ્રહોનો અભ્યાસ કરશે. તેમણે કહ્યું કે સૌરમંડળના બહાર 5,000થી વધારે જ્ઞાત ગ્રહ છે જેમાંથી ઓછામાં ઓછા 100 પર પર્યાવરણ હોવાની વાત માનવામાં આવી રહી છે. એક્સોવર્લ્ડ્સ મિશન હેઠળ બહારના ગ્રહોના વાતાવરણનો અભ્યાસ કરવામાં આવશે. સોમનાથે કહ્યું કે મંગળ પર એક અંતરિક્ષયાન ઉતરવાની યોજના છે. 

#CGNews #India #Chandrayaan-3 #ISRO #Venus #know information #mission
Here are a few more articles:
Read the Next Article