સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામીને બફાટ કર્યા બાદ થયો જ્ઞાનનો પ્રકાશ,વીરપુરમાં જલારામ મંદિરમાં માંગી માફી

વીરપુરના પરમ પૂજ્ય સંત શ્રી જલારામ બાપા વિશે સુરતના જ્ઞાનપ્રકાશ સ્વામીએ કરેલા બફાટથી ભક્તોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે હવે જ્ઞાનપ્રકાશ સ્વામીએ વિરપુર

New Update
apoloji

વીરપુરના પરમ પૂજ્ય સંત શ્રી જલારામ બાપા વિશે સુરતના જ્ઞાનપ્રકાશ સ્વામીએ કરેલા બફાટથી ભક્તોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે હવે જ્ઞાનપ્રકાશ સ્વામીએ વિરપુર જલારામ મંદિરમાં આવીને માફી માંગી છે.

Advertisment

સુરતના અમરોલીના જ્ઞાનપ્રકાશ સ્વામી હાલ વિવાદમાં સપડાયા છે. તેમણે પૂ.જલારામ બાપા વિશે કરેલ ટિપ્પણીથી રઘુવંશી સમાજ તેમજ જલારામ બાપાના ભક્તોમાં ભારે આક્રોશ ફેલાયો છે. ત્યારબાદ વિવાદ વકરતા જલારામ બાપા અંગે ટિપ્પણી કરનારા સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામીએ આખરે વીરપુર આવી માફી માંગી છે. ભક્તો અને રઘુવંશી સમાજના રોષ સામે આખરે આ સ્વામી ઝૂક્યા છે અને વીરપુરના મંદીરમાં આવી માથું ટેકવી માફી માંગી લીધી છે.

જ્ઞાનપ્રકાશ સ્વામી પોલીસ બંદોબસ્ત સાથે જલારામ બાપાના મંદિરે પહોંચ્યા હતા. મંદિરના પાછળના ભાગેથી કાળા કાચવાળી કારમાં આવી માફી માંગી સ્વામી રવાના થયા હતા. સ્વામીએ અગાઉ વીડિયો જાહેર કરીને પણ માફી માંગી હતીતેમ છતાં લોકોનો આક્રોશ સમ્યો ન હતોજેથી વીરપુર આવી તેમણે માફી માંગી છે. મહત્વનું છે કે નંબર પ્લેટ વગરની કાળા કલરની એક કારમાં સ્વામી આવ્યા હતા અને માફી માંગી મંદિરના પાછળના દરવાજે થી જ રવાના થઈ ગયા હતા.

Advertisment
Latest Stories