લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 2 રૂપિયાનો કર્યો ઘટાડો

New Update
લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 2 રૂપિયાનો કર્યો ઘટાડો

લોકોને સામાન્ય રાહત આપતા લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 2 રૂપિયાનો ઘટાડો કર્યો છે. કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્વિટ કર્યું છે.

કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર x પર ટ્વીટ કર્યું અને લખ્યું કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 2 રૂપિયાનો ઘટાડો કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર સાબિત કર્યું છે કે કરોડો ભારતીયોના પરિવારનું હિત સદા તેમની પ્રાથમિકતા છે. તેમણે કહ્યું કે જ્યારે વિશ્વ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે વિકસિત અને વિકાસશીલ દેશોમાં પેટ્રોલના ભાવમાં 50-72 ટકાનો વધારો થયો હતો અને આપણી આસપાસના ઘણા દેશોમાં તો પેટ્રોલ મળવાનું બંધ થઈ ગયું. 50 વર્ષમાં સૌથી મોટી તેલ કટોકટી હોવા છતાં, પીએમ મોદીના દૂરંદેશી અને સાહજિક નેતૃત્વને કારણે મોદીના પરિવારને કોઈ અસર થઈ નથી.

Latest Stories