/connect-gujarat/media/media_files/CQxdgMAcXOjrJt4dvNGK.jpg)
અખિલેશ યાદવ
કન્નોજથી સાંસદની ચૂંટણી જીત્યા પછી અખિલેશ યાદવે પોતાનું વિધાનસભા ક્ષેત્ર કરહાલ છોડવાનો નિર્ણય લીધો છે. એની ઘોષણા તેમણે સાંસદો સાથે મિટિંગ પછી શનિવારે લખનઉમાં કરી હતી, એટલે હવે અખિલેશ દિલ્હીમાં રાજનીતિ કરશે.અખિલેશે 2022માં મૈનપુરીની કરહાલ વિધાનસભા સીટથી ચૂંટણી લડી હતી. જીત્યા પછી આઝમગઢના સાંસદપદથી તેમણે રાજીનામું આપી દીધું હતું. આઝમગઢમાં પેટાચૂંટણી થઈ, એમાં ભાજપના દિનેશ લાલ યાદવ નિરહુઆએ જીત નોંધાવી હતી.અખિલેશે બધા જીતેલા સાંસદોને શનિવારે લખનઉ બોલાવ્યા. એમાં અખિલેશ સહિત 37 સાંસદ સામેલ થયા. મિટિંગમાં મંથન પછી તેમણે વિધાનસભા સીટ છોડવાનું એલાન કર્યું.અખિલેશે કહ્યું- PDAની રણનીતિની જીત થવાથી દેશમાં નકારાત્મક રાજનીતિ ખતમ થઈ ગઈ. હવે સમાજવાદીઓની જવાબદારીઓ વધી ગઈ. તે જનતાની એક-એક વાત સાંભળી, તેમના મુદ્દાને ઉઠાવો, કેમ કે જનતા મુદ્દાની જીત થઈ છે.
તેમણે કહ્યું- આ ચૂંટણીમાં આપણા સાંસદોએ સતત મહેનત કરી. જનતાની વચ્ચે રહ્યા. આ જ કારણ રહ્યું કે સપાએ સૌથી વધારે સીટ પર જીત નોંધાવી છે. સરકાર અને પ્રશાસન પર કટાક્ષ કરતાં અખિલેશે કહ્યું- અમારા એક સાંસદ છે, જેમને જીતનું સર્ટિફિકેટ મળી ગયું છે. બીજા તેઓ છે, જેમણે ભાજપની ધાંધલીના કારણે સર્ટિફિકેટ મળ્યું નથી. અમે બંને સાંસદોને શુભકામનાઓ આપીએ છીએ. આશાનો સમયગાળો શરૂ થઈ ગયો છે. જનતાના મુદ્દાની જીત થઈ છે.