અખિલેશ યાદવે ધારાસભ્ય પદેથી આપ્યુ રાજીનામુ, હવે દિલ્હીની કરશે રાજનીતિ

દેશ : સમાચાર : સપા પ્રમુખ અખિલેશ યાદવે યુપીની કરહલ વિધાનસભા સીટ અને વિપક્ષના નેતા પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે એક દિવસ પહેલા આની જાહેરાત કરી હતી. અખિલેશની સાથે અયોધ્યાના સાંસદ અવધેશ પ્રસાદે પણ વિધાનસભામાંથી રાજીનામું આપી દીધું

અખિલેશ યાદવ

અખિલેશ યાદવ

New Update

સપા પ્રમુખ અખિલેશ યાદવે યુપીની કરહલ વિધાનસભા સીટ અને વિપક્ષના નેતા પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે એક દિવસ પહેલા આની જાહેરાત કરી હતી. અખિલેશની સાથે અયોધ્યાના સાંસદ અવધેશ પ્રસાદે પણ વિધાનસભામાંથી રાજીનામું આપી દીધું છે.અવધેશ પ્રસાદે કહ્યું- અમે અને રાષ્ટ્રીય અધ્યક્ષે અમારું રાજીનામું વિધાનસભા અધ્યક્ષને મોકલી દીધું છે. જે રીતે અમે વિધાનસભામાં સાથે બેસતા હતા તે જ રીતે લોકસભામાં પણ સાથે બેસીશું.

સમાજવાદી પાર્ટીના આંબેડકર નગરથી નવા ચૂંટાયેલા લોકસભા સાંસદ લાલજી વર્માએ પણ રાજીનામું આપી દીધું છે. જો કે હજુ સુધી વિધાનસભા અધ્યક્ષે રાજીનામું સ્વીકાર્યું નથી.એવી ચર્ચા છે કે અખિલેશ કરહલ સીટ પરથી લાલુ યાદવના જમાઈ તેજ પ્રતાપ સિંહ યાદવને મેદાનમાં ઉતારી શકે છે. જો કે હજુ 2 નામોની ચર્ચા છે. જેમાં સપા નેતા રામ ગોપાલ યાદવના ભત્રીજા અરવિંદ યાદવ અને પૂર્વ ધારાસભ્ય સોબરન સિંહ યાદવનો સમાવેશ થાય છે.

#અખિલેશ યાદવ #રાજીનામુ #ધારાસભ્ય
Here are a few more articles:
Read the Next Article