Connect Gujarat
દેશ

અમરનાથની યાત્રા પર મૂકાયો અસ્થાયી પ્રતિબંધ, 84 લાખ ભક્તોએ કર્યા બાબાના દર્શન...

અમરનાથની યાત્રા પર મૂકાયો અસ્થાયી પ્રતિબંધ, 84 લાખ ભક્તોએ કર્યા બાબાના દર્શન...
X

1 જુલાઈથી શરૂ થયેલી અમરનાથ યાત્રા ખરાબ હવામાનના કારણે હાલ રોકી દેવામાં આવી છે. વાતાવરણ સારૂ થયા બાદ જ શ્રદ્ધાળુઓને આગળ જવાની પરવાનગી આપવામાં આવશે. વાતાવરણ ખરાબ હોવાના કારણે આજે બાલટાલ અને નુનવાનમાં શ્રી અમરેશ્વર ધામની તીર્થ યાત્રાને રોકી દેવામાં આવી છે. ખરાબ હવામાનના કારણે કોઈ પણ તીર્થ યાત્રીને પવિત્ર ગુફાની તરફ જવાની પરવાનદી નથી આપવામાં આવી. શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડના અધિકારીઓ જણાવ્યા અનુસાર સ્થિતિ સુધરશે ત્યાર બાજ જ શ્રદ્ધાળુઓને આગળની તીર્થ યાત્રાની પરવાનગી આપવામાં આવશે.

ગુરૂવારે 17202 શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કર્યા. ત્યાં જ યાત્રા શરૂ થયા બાદ અત્યાર સુધી કુલ 84768 શ્રદ્ધાળુ દર્શન કરી ચુક્યા છે. 1 જુલાઈએ 3400થી વધારે શ્રદ્ધાળુઓનો પહેલો જથ્થો રવાના થયો હતો. જણાવી દઈએ કે આ યાત્રા 62 દિવસ ચાલશે. અમરનાથ યાત્રાને લઈને સેનાના જવાબ સુરક્ષા વ્યવસ્થા ચોક્કસ રાખવા માટે ડ્રોન, ડોગ સ્કવોર્ડ અને ચપ્પા-ચપ્પા પર તલાશી દ્વારા કોઈ કસર નથી છોડવામાં આવી રહી. જણાવી દઈએ કે ગઈ વખત 3.60 લાખ શ્રદ્ધાળુ દર્શન માટે આવ્યા હતા. આ વખતે આશા છે તે આ આંકડો 6 લાખ પાર કરી જશે.

Next Story