/connect-gujarat/media/post_banners/c252c258da7d30396485490b80aa31e1d068b9e2ff2f73a116477d33f6ed97d5.webp)
આણંદના પૂર્વ ધારાસભ્ય જ્યોત્સના પટેલના પુત્રની ધરપકડ કરાઈ હોવાના સામાચાર સામે આવ્યા છે. અત્રે તમને જણાવી કે, છેતરપિંડીના કેસમાં જ્યોત્સના પટેલના પુત્ર પાર્થ પટેલની ધરપકડ કરવામાં આવી છે.
અમેરિકાના ફ્લોરિડામાં પાર્થ પટેલની ધરપકડ કરવામાં આવી છે. મામલો કંઈક આ રીતે છે કે, પાર્થ પટેલે વૃદ્ધા સાથે 80 હજાર ડૉલરની છેતરપિંડી કરી હતી. ફોન કૌભાંડમાં 80 હજાર ડૉલરની છેતરપિંડી કર્યાનું ખુલતા તેની ધરપકડ કરાઈ છે. અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં તેણે છેતરપિંડી કરી હતી. પાપ્ત માહિતી મુજબ પાર્થ પટેલે વૃદ્ધાને ચાઈલ્ડ પોનોગ્રાફીના ગુનામાં સંડોવવાની ધમકી પણ આપી હતી. પોતે અમેરિકા પોલીસમાં હોવાનું જણાવી ધમકી આપી હતી. ચાઈલ્ડ પોનોગ્રાફીના ગુનામાંથી બચવા 80 હજાર ડૉલરની માગ પણ કરી હતી. જે બાદ ડરી ગયેલી વૃદ્ધાએ 30 હજાર ડૉલર ચૂકવી પણ દીધા હતા. જે બાદ સમગ્ર મામલો અમેરિકાના ફ્લોરિડાની પોલીસ સુધી પહોંચતા પોલીસે પાર્થ પટેલ સહિત 3 આરોપીની ધરપકડ કરી છે.