સાઉદી અરેબિયામાં ફરી એકસાથે બેઠા અમેરિકા અને યુક્રેન, યુદ્ધ રોકવા અંગે શું થઈ ચર્ચા?
રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા માટે યુએસ અને યુક્રેનના અધિકારીઓ વચ્ચે સાઉદી અરેબિયામાં વાતચીત થઈ હતી. આ બેઠકમાં ઉર્જા સુવિધાઓ અને મહત્વપૂર્ણ માળખાકીય સુવિધાઓની સુરક્ષા પર ભાર મૂકવામાં આવ્યો હતો. યુક્રેનના સંરક્ષણ મંત્રીએ વાતચીતને સકારાત્મક ગણાવી છે.