New Update
/connect-gujarat/media/post_banners/49bd0b0b8db3e45f32a875153b21f40384d900efe254274104f7532ee4a12b01.webp)
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને YSR કોંગ્રેસ પાર્ટી (YSRCP)ના અધ્યક્ષ YS જગન મોહન રેડ્ડી પર શનિવારે રાત્રે ચૂંટણી પ્રચાર દરમિયાન પથ્થરો વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં જગન મોહન ઘાયલ થયા હતા. તેમના કપાળ પર ઈજા થઈ છે.
ન્યૂઝ એજન્સી ANI અનુસાર, જગન મોહને વિજયવાડામાં મેમંથા સિદ્ધમ (અમે બધા તૈયાર છીએ) બસ માર્ચ કાઢી હતી. તે બસની ઉપરથી લોકોનું અભિવાદન કરી રહ્યા હતા. આ દરમિયાન તેમના પર ફૂલોની સાથે પથ્થરો પણ ફેંકવામાં આવ્યા હતા.