અંકલેશ્વર: બોરીદરા આંબોલી ગામની સીમમાં ખાનગી તળાવને સોલીડ વેસ્ટ ડંપિંગ સાઇટ બનાવી દેવાઈ, તંત્રએ કાર્યવાહી હાથ ધરી

અંકલેશ્વરના બોરીદરા-આંબોલી ગામની સીમમાં ખાનગી તળાવને ગેરકાયદેસર સોલીડ વેસ્ટ ડમ્પિંગ સાઈટ બનાવી દેવાતા મામલતદારે દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

New Update
gujarta ankleshwar
અંકલેશ્વરના બોરીદરા-આંબોલી ગામની સીમમાં ખાનગી તળાવને ગેરકાયદેસર સોલીડ વેસ્ટ ડમ્પિંગ સાઈટ બનાવી દેવાતા મામલતદારે દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી હતી.ખાનગી તળાવમાં ભરૂચ જ નહિ પરંતુ સુરતથી કેમિકલ અને ડોમેસ્ટિક,ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ ઘરબી દેવામાં આવતો હતો.
Advertisment
અંદાજીત ૫૦થી ૧૦૦ ટ્રક જેટલો કચરો અહી ઠાલવી દેવાતા સ્થાનિકો માટે અહિયાંથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું હતું.પર્યાવરણનું નિકંદન કાઢવાના આ કારસામાં ફરિયાદ જીલ્લા કલેકટર સુધી પહોંચી હતી.અધિકારીઓના આદેશ સાથે અંકલેશ્વર તાલુકા મામલતદાર કરણસિંહ રાજપૂતે આ ગેરકાયદેસર ડમ્પિંગ સાઈટ પર રેડ પાડી ૩૦ લાખ રૂપિયાનું હિટાચી મશીન કબજે કરી કાવતરાની આગળની તપાસ પોલીસ અને જી.પી.સી.બી તરફ મોકલી છે.
Latest Stories