મહાકુંભમાં બોમ્બબ્લાસ્ટ કરવાની ધમકી મળી છે. સોશિયલ મીડિયા પર નસર પઠાણ નામની IDથી ધમકી આપવામાં આવી છે. લખ્યું હતું- તમે બધા ગુનેગાર છો. મહાકુંભમાં બોમ્બબ્લાસ્ટ થશે. 1000 હિન્દુને મારીશું.
31 ડિસેમ્બરે, વિપિન ગૌર નામના યુવકે ડાયલ-112 યુપી પોલીસને ટેગ કરતી પોસ્ટને રી-ટ્વીટ કરી હતી. એ બાદ પોલીસ દોડતી થઈ હતી. પોસ્ટ કરનારી વ્યક્તિને શોધી રહ્યા છીએ. પ્રયાગરાજ પોલીસ કમિશનર અને સુરક્ષા એજન્સીઓને માહિતી મોકલવામાં આવી હતી. પોલીસ હવે પોસ્ટ કરનારી વ્યક્તિને શોધી રહી છે. આ પહેલાં ખાલિસ્તાન સમર્થક આતંકવાદી પન્નુએ મહાકુંભમાં હુમલાની ધમકી આપી હતી. 13મી જાન્યુઆરીથી મહાકુંભ શરૂ થઈ રહ્યો છે. અહીં લગભગ 50 કરોડ લોકો આવશે.