/connect-gujarat/media/media_files/2025/11/27/tejas-2025-11-27-13-17-30.jpg)
દુબઈના અલ-મકતૂમ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે 21 નવેમ્બર 2025ના રોજ યોજાયેલા એર-શો દરમિયાન ભારતીય લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ Mk-1Aના અકસ્માતે પાયલટનું દુઃખદ મોત થતાં માત્ર ભારતીય વાયુ સેનાને નહીં પરંતુ તેજસની આંતરરાષ્ટ્રીય માર્ગચલન ક્ષમતા પર પણ પ્રશ્નચિહ્ન ઉભું થયું છે.
ઇઝરાયલી મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ દુર્ઘટના પછી આર્મેનિયાએ ભારત સાથે ચાલી રહેલી 1.2 બિલિયન ડૉલર (આશરે ₹10 હજાર કરોડ)ની 12 તેજસ વિમાનો ખરીદવાની ચર્ચાઓ તાત્કાલિક સ્થગિત કરી છે, જોકે આર્મેનિયા તરફથી કોઈ સત્તાવાર જવાબ આપવામાં આવ્યો નથી.
આ ડીલ પૂર્ણ થઈ હોત તો તેજસનો આ પહેલીવારનો નિકાસ ઓર્ડર બનત, જે HAL માટે ઐતિહાસિક સિદ્ધિ ગણાત.
1982માં MiG-21ને બદલવા શરૂ કરાયેલા તેજસ કાર્યક્રમને 1990માં સત્તાવાર નામ મળ્યું અને છેલ્લા ચાર દાયકામાં અનેક પડકારો વચ્ચે પ્રોડક્શન શરૂ થયું છતાં વાયુ સેનાને માત્ર 40 યુનિટ્સ જ મળ્યા છે.
ભારતની ફાઇટર ફ્લીટમાં સુખોઈ-30MKI, રાફેલ, મિરાજ-2000 અને MiG-29 જેવા વીમાનો સાથે તેજસ એક હલકું પરંતુ અત્યંત ફુર્તીલું પ્લેટફોર્મ છે, જે 6,500 કિલો વજન છતાં એડવાન્સ ઇલેક્ટ્રોનિક વૉરફેર, ગ્લાસ કોકપિટ, ડિજિટલ મેપ જનરેટર, સ્માર્ટ મલ્ટી-ફંક્શન ડિસ્પ્લે અને 460 મીટર જેવા ટૂંકા રનવે પરથી પણ ટેકઓફ કરવાની ક્ષમતા ધરાવે છે.
3,000 કિલોમીટર રેન્જ અને 2,205 કિમી/કલાકની ઝડપ સાથે તે IAFની કોર સ્ટ્રાઈક ક્ષમતામાં મહત્વનો હિસ્સો ભજવે છે. આ વર્ષે ભારત સરકારે HALને MK-1A વર્ઝનના 97 નવા જેટ્સનો ₹623.70 અબજનો ઓર્ડર આપ્યો છે, જેનું ઉત્પાદન 2027–28થી શરૂ થઈ 6 વર્ષમાં પૂરું થશે.
તેજસના વેસ્ટર્ન-સ્ટાન્ડર્ડ કૉન્ફિગરેશન માટે તેમાં મોટા પ્રમાણમાં ઇઝરાયલી સિસ્ટમ્સ—ખાસ કરીને Mk-1Aમાં એલ્ટા સિસ્ટમ્સનું AESA રડાર અને ઇલેક્ટ્રોનિક વૉરફેર સુટ—વપરાય છે, તેથી આર્મેનિયાની ડીલ અટકવાથી HAL સાથે ઇઝરાયલને પણ નાણાકીય અસર પડી શકે છે. દુર્ઘટના પછીની તપાસ પૂર્ણ થયા બાદ આર્મેનિયાનો અભિગમ બદલાય તે શક્ય છે, પરંતુ હાલ માટે આ ઘટના તેજસના નિકાસ પ્રયત્નો પર સ્પષ્ટ અસર કરતી દેખાઈ રહી છે.