જમ્મુ કશ્મીરમાં સેનાની કાર્યવાહી, 2 આતંકીને કર્યા ઠાર

જમ્મુ-કાશ્મીરના કુપવાડાના કેરન વિસ્તારમાં સેનાએ એન્કાઉન્ટરમાં 2 આતંકીઓને ઠાર કર્યા છે. સેનાને અહીં કેટલાક આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી,

Naxalite
New Update

જમ્મુ-કાશ્મીરના કુપવાડાના કેરન વિસ્તારમાં સેનાએ એન્કાઉન્ટરમાં 2 આતંકીઓને ઠાર કર્યા છે. સેનાને અહીં કેટલાક આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી, ત્યારબાદ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ શરૂ થઈ હતી, જે હજુ પણ ચાલુ છે.બીજી તરફ ડોડામાં પણ બે જગ્યાએ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.

ગુરુવારે વહેલી સવારે આતંકવાદીઓના હુમલામાં બે જવાન ઘાયલ થયા હતા. સેનાના અધિકારીઓએ જણાવ્યું કે કાસ્તીગઢ વિસ્તારના જદ્દન બાટા ગામમાં બુધવારે મોડી રાત્રે શાળામાં સ્થાપિત અસ્થાયી સુરક્ષા કેમ્પ પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. જેમાં બે જવાન ઘાયલ થયા હતા.

#એન્કાઉન્ટર #જમ્મુ-કાશ્મીર
Here are a few more articles:
Read the Next Article