મહારાષ્ટ્રના પૂણેમાં પુલ ધરાશાયી થતાં આશરે 30 લોકો નદીમાં તણાયા હોવાની સંભાવના, બે મૃતદેહ મળ્યા

અનરાધાર વરસાદના કારણે પૂણેની ઈન્દ્રાયણી નદી પર આવેલો પુલ તૂટી પડ્યો છે. આ દુર્ઘટનામાં 25થી 30 લોકો તણાયા હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી

author-image
By Connect Gujarat Desk
New Update
Pune Bridge collapses

મહારાષ્ટ્રમાં અનરાધાર વરસાદના કારણે પૂણેની Indrayani River પર આવેલો પુલ તૂટી પડ્યો છે. આ દુર્ઘટનામાં25થી 30 લોકો તણાયા હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

પૂણે ગ્રામીણ વિસ્તાર કુંદમાલામાં ભારે વરસાદના કારણે ઈન્દ્રાયણી નદી પર બનેલો પુલ ધરાશાયી થયો હતો. જેમાં25થી 30 પ્રવાસીઓ તણાયા હોવાની માહિતી મળી છે. તમામ પુલ પર ઉપસ્થિત હતા. આ ઘટના પૂણેના માવલ તાલુકાની છે. અહીંનું કુંદમાલા તેના કુદરતી સૌંદર્યના કારણે પ્રચલિત પ્રવાસન સ્થળ છે.

પોલીસફાયર બ્રિગેડએનડીઆરએફ અને સ્થાનિકોએ બચાવ કામગીરી હાથ ધરી છે. જેમાં પાંચથી છ લોકોને બચાવી લેવામાં આવ્યા હોવાના અહેવાલો મળ્યા છે. માવલ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. તેમાં આજે રવિવાર હોવાના કારણે પ્રવાસીઓની ભીડ વધુ હતી. ઈન્દ્રાયણી નદીમાં જળસ્તર વધ્યું હોવાથી આસપાસના લોકો દ્રશ્ય નિહાળવા આવ્યા હતા. પરંતુ અચાનક પુલ તૂટી પડતા લોકો તણાયા હતા.

કુંદમાલાના એક કિનારેથી બીજા કિનારે જવા માટે બનેલો પુલ અત્યંત જૂનો હતો. જે જર્જરિત હાલતમાં હોવાથી છેલ્લા બે-ત્રણ મહિનાથી તેના પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. જો કેરવિવાર તેમજ વરસાદના માહોલમાં કુદરતી રમણીય દ્રશ્ય નિહાળવા માટે મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી. બપોરે અચાનક પુલ તૂટી પડ્યો હતો.

Latest Stories