દેશના 22 રાજ્યોમાં નૈઋત્યના ચોમાસાનું આગમન, 6 રાજ્યોમાં વરસાદની કાગડોળે રાહ !

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં દક્ષિણ ગુજરાત, મધ્યપ્રદેશના અમુક ભાગોમાં અને સમગ્ર છત્તીસગઢમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું પહોંચી ગયું છે. અત્યાર સુધીમાં દેશનાં 22 રાજ્યોમાં ચોમાસું પહોંચી ગયું છે.

New Update
વરસાદ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં દક્ષિણ ગુજરાત, મધ્યપ્રદેશના અમુક ભાગોમાં અને સમગ્ર છત્તીસગઢમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું પહોંચી ગયું છે. અત્યાર સુધીમાં દેશનાં 22 રાજ્યોમાં ચોમાસું પહોંચી ગયું છે જ્યારે ઉત્તર ભારતનાં 6 રાજ્યો ચોમાસાની રાહ જોઈ રહ્યાં છે. જેમાં રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ જેવાં મોટાં રાજ્યો સામેલ છે. ચોમાસું આગાહી કરતાં મોડું છે. સામાન્ય રીતે 25 જૂન સુધીમાં ચોમાસું અડધા ગુજરાત અને દક્ષિણ રાજસ્થાનમાં પ્રવેશે છે. ચોમાસાની પૂર્વ ધાર ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને લદ્દાખ સુધી પહોંચે છે, જે ઉત્તરપ્રદેશના અડધા ભાગને આવરી લે છે.

સોમવારે 1 જૂનથી 24 જૂન દરમિયાન હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર દેશનાં 22 રાજ્યોમાંથી જ્યાં ચોમાસું પહોંચી ગયું છે તેમાંથી અડધાં એટલે કે 11 રાજ્યોમાં સામાન્ય કરતાં ઓછો અથવા ઘણો ઓછો વરસાદ પડ્યો છે. બીજી તરફ, 6 રાજ્યોમાં જ્યાં ચોમાસાની રાહ જોવાઈ રહી છે ત્યાં પ્રી-મોન્સૂન વરસાદ પણ દર વર્ષની સરખામણીએ ઓછો રહ્યો છે.
Latest Stories