/connect-gujarat/media/post_banners/2d2515c7e2352368d3b04cef0f84973c13f38e092ccc9b867187ee17abc1a3cc.webp)
સુપ્રીમ કોર્ટે બુધવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની વચગાળાની જામીન 7 દિવસ સુધી લંબાવવાની અરજીને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. હવે કેજરીવાલને 2 જૂને પાછા તિહાર જેલમાં જવું પડશે. સુપ્રીમ કોર્ટે કહ્યું- કેજરીવાલને નિયમિત જામીન માટે ટ્રાયલ કોર્ટમાં જવાની છૂટ આપી છે, તેથી અરજી સ્વીકારવામાં આવી રહી નથી.કેજરીવાલને 10 મેના રોજ જસ્ટિસ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા હતા. તેને 2 જૂને તિહાર જેલમાં સરેન્ડર કરવાનું કહેવામાં આવ્યું હતું.
દિલ્હીની સ્થાનિક કોર્ટે 28 મેના રોજ કેજરીવાલ વિરુદ્ધ EDની પૂરક ચાર્જશીટની નોંધ લેવાનો પોતાનો આદેશ 4 જૂન સુધી સુરક્ષિત રાખ્યો છે. EDએ 17 મેના રોજ રાઉઝ એવન્યુ કોર્ટમાં 18મી સપ્લીમેન્ટરી ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં કેજરીવાલ અને AAPને આરોપી બનાવવામાં આવ્યા હતા.