Connect Gujarat
દેશ

નવરાત્રિનું કાઉન્ટડાઉન શરૂ થતા જ ગરબા આયોજકો માટે અમદાવાદ પોલીસે ગાઈડલાઈન્સ કરી જાહેર

નવરાત્રિનું કાઉન્ટડાઉન શરૂ થતા જ ગરબા આયોજકો માટે અમદાવાદ પોલીસે ગાઈડલાઈન્સ કરી જાહેર
X

નવરાત્રિનું કાઉન્ટડાઉન શરૂ થતા જ ગરબા આયોજકો માટે અમદાવાદ પોલીસે ગાઈડલાઈન્સ જાહેર કરી હતી. આ ગાઇડલાઇન્સ અનુસાર, ગરબા આયોજકોએ હવે ખેલૈયાઓ માટે વીમા પોલિસી લેવી પડશે. સાથે જ ગરબા આયોજન સ્થળે CCTV અને પાર્કિંગની માહિતી પોલીસને ફરજીયાત આપવી પડશે.

અમદાવાદમાં 50થી વધુ પાર્ટીપ્લોટ અને ક્લબોમાં ગરબાનું આયોજન કરાયું છે. ત્યારે ગરબા આયોજકો માટે પોલીસે 12 મુદ્દાની ગાઈડલાઈન્સ બહાર પાડી હતી. જેમાં પોલીસ પરમિશન લેવા માટે ફાયર સેફ્ટી, ગર્વમેન્ટ ઓથોરાઈડ્ઝ ઈલેક્ટ્રિશનનું પ્રમાણપત્ર, આર્ટિસ્ટનું સંમતિ પત્ર, મહિલા અને પુરુષ સિક્યોરિટી ગાર્ડની સંખ્યા સાથેની વિગતો ફરજીયાત આપવી પડશે. સાથે જ આયોજનના સ્થળે ટ્રાફિક જામ ન થાય તે માટે 100 મીટર દૂર પાર્કિંગની વ્યવસ્થા કરવા સૂચના આપી દેવામાં આવી છે.

નવરાત્રિ મહોત્સવ 2023 દરમિયાન સ્વાસ્થ્યને લગતી ખાસ વ્યવસ્થા વડોદરામાં ઉભી કરાઇ છે. છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં યુવાનોમાં હાર્ટ અટેકની સમસ્યા ખૂબ જ વધી ગઇ છે જેથી આ વખતે નવરાત્રિમાં ખાસ ડૉક્ટરી વ્યવસ્થા રાખવામાં આવશે.

Next Story