એશિયન વુમન હોકી ચેમ્પિયનશિપ ફાઇનલ : ચીનને હરાવીને ભારતીય ટીમે ખિતાબ જીત્યો

એશિયન વુમન હોકી ચેમ્પિયનશિપની ફાઇનલમાં ચીનને હરાવીને ટાઇટલ જીત્યું છે. એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસમાં આ ત્રીજી વખત છે જ્યારે ભારતીય ટીમે આ ખિતાબ જીત્યો

New Update
hokey hokey 1
Advertisment

એશિયન વુમન હોકી ચેમ્પિયનશિપની ફાઇનલમાં ચીનને હરાવીને ટાઇટલ જીત્યું છે. એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસમાં આ ત્રીજી વખત છે જ્યારે ભારતીય ટીમે આ ખિતાબ જીત્યો છે. ભારત તરફથી મેચનો એકમાત્ર ગોલ દીપિકાએ 31મી મિનિટે પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવ્યો હતો. બિહારના રાજગીર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ફાઈનલ મેચ જોવા ઉમટેલી ભીડમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

Advertisment

ભારત અને ચીન વચ્ચે રમાયેલી ફાઈનલ મેચમાં પ્રથમ બે ક્વાર્ટર ગોલ રહિત રહ્યા હતા એટલે કે હાફ ટાઈમ સુધી કોઈ ટીમ ગોલ કરી શકી ન હતી. પરંતુ ત્રીજા ક્વાર્ટરની શરૂઆત બાદ પહેલી જ મિનિટમાં ભારતને પેનલ્ટી કોર્નર મળ્યો, જેને દીપિકાએ ગોલમાં ફેરવી દીધો. સલીમા ટેટેને આ ટૂર્નામેન્ટ પહેલા જ ભારતીય ટીમની કેપ્ટન બનાવવામાં આવી હતી અને તેના પહેલા જ પ્રોજેક્ટમાં તેણે ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવીને ઐતિહાસિક કારનામું કર્યું છે. ચીને છેલ્લી ઘડી સુધી ગોલ કરવાનો અથાક પ્રયાસ કર્યો હતો. તેણે છેલ્લી ઘડીમાં મેદાન પરના 11મા ખેલાડી સાથે ગોલકીપરની બદલી કરી. આમ છતાં ચીનની ટીમ ગોલ કરી શકી ન હતી.