New Update
/connect-gujarat/media/post_banners/d04421c858bfde6ccd26df02f329305bd95cd10248a7822739dc991c6fa3ff1f.webp)
કેન્દ્રીય ચૂંટણી પંચ આજે બપોરે એક પ્રેસ કોન્ફરન્સ કરશે. માહિતી મુજબ આ પ્રેસ કોન્ફરન્સમાં 3 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે.
નાગાલેન્ડ, મેઘાલય અને ત્રિપુરામાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત આજે બપોરે થઈ જશે. મહત્વનું છે કે, કેન્દ્રીય ચૂંટણી પંચ આજે બપોરે 2.30 કલાકે પ્રેસ કોન્ફરન્સ કરશે.
અગાઉ ચૂંટણી પંચે ત્રણેય રાજ્યોમાં ચૂંટણી તૈયારીઓની સમીક્ષા કરી હતી. પંચે પૂર્વોત્તરના આ ત્રણ ચૂંટણી રાજ્યોમાં ચાર દિવસીય પ્રવાસ કર્યો હતો. આ પ્રવાસમાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારની સાથે બંને કમિશનર અનૂપ ચંદ્ર પાંડે અને અરુણ ગોયલ પણ હતા. મુખ્ય ચૂંટણી કમિશનરે ત્રણેય રાજ્યોના મુખ્ય સચિવો, પોલીસ મહાનિર્દેશકો તેમજ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠકો યોજી હતી.
Latest Stories