New Update
/connect-gujarat/media/media_files/UgSzeHudtolMSk0U6F1s.jpg)
અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ આજે આવશે. બંને રાજ્યોમાં મતગણતરી ચાલી રહી છે. સિક્કિમમાં ટ્રેન્ડમાં સિક્કિમ ક્રાંતિકારી મોરચાને બહુમતી મળી રહી છે. અરુણાચલ પ્રદેશમાં ભાજપ આગળ છે. અરુણાચલ અને સિક્કિમ વિધાનસભા માટે 19 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન થયું હતું.અરુણાચલમાં 60 અને સિક્કિમમાં 32 વિધાનસભા સીટો છે. 2019માં ભાજપે અરુણાચલમાં 42 બેઠકો જીતીને સરકાર બનાવી હતી. તેમજ, સિક્કિમની 32 બેઠકોમાંથી, સિક્કિમ ક્રાંતિ પાર્ટીનો (SKM) 17 બેઠકો પર કબજો છે.
સિક્કિમમાં, સિક્કિમ ક્રાંતિકારી મોરચા (SKM) 31 બેઠક પર અને સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ (SDF) 1 બેઠક પર આગળ છે. SKMને ગઈ ચૂંટણી કરતાં 14 વધુ બેઠકો મળી રહી છે. અરુણાચલ પ્રદેશમાં ભાજપે 33 બેઠક પર લીડ મેળવી છે. પાર્ટીએ અહીં 10 બેઠકો બિનહરીફ જીતી લીધી છે. નેશનલ પીપલ્સ પાર્ટી 8, પીપલ્સ પાર્ટી ઓફ અરુણાચલ 2, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી 3 બેઠક પર, કોંગ્રેસ 1 પર અને અપક્ષ 2 બેઠક પર આગળ છે.
Latest Stories