Connect Gujarat
દેશ

Atal Setu Inauguration : દેશના સૌથી લાંબા બ્રિજ અટલ સેતુનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટન

Atal Setu Inauguration : દેશના સૌથી લાંબા બ્રિજ અટલ સેતુનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટન
X

પીએમ મોદીએ આજે અટલ સેતુનું ઉદ્ઘાટન કર્યું છે. મુંબઈના લોકો માટે આજે એક સારા સમાચાર છે. પીએમ મોદીએ ડિસેમ્બર 2016માં આ પુલનો શિલાન્યાસ કર્યો હતો. તે ભારતનો સૌથી લાંબો પુલ અને ભારતનો સૌથી લાંબો દરિયાઈ પુલ પણ છે. આ બ્રિજ લગભગ 21.8 કિમી લાંબો સિક્સ લેન બ્રિજ છે, જેની લંબાઈ દરિયા પર લગભગ 16.5 કિમી અને જમીન પર લગભગ 5.5 કિમી છે. તે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ અને નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટને ડાયરેક્ટ કનેક્ટિવિટી પ્રદાન કરશે અને મુંબઈથી પૂણે, ગોવા અને દક્ષિણ ભારતમાં મુસાફરીનો સમય પણ ઘટાડશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આનાથી મુંબઈ પોર્ટ અને જવાહરલાલ નેહરુ પોર્ટ વચ્ચેની કનેક્ટિવિટી પણ સુધરશે.

વડા પ્રધાનનું વિઝન શહેરી પરિવહન માળખા અને કનેક્ટિવિટીને મજબૂત કરીને નાગરિકોની ' આવનજાવનની સરળતા' સુધારવાનું છે. આ વિઝનને અનુરૂપ, મુંબઈ ટ્રાન્સહાર્બર લિંક (MTHL), જેને હવે 'અટલ બિહારી વાજપેયી સેવરી-ન્હાવા શેવા અટલ સેતુ' નામ આપવામાં આવ્યું છે. ડિસેમ્બર 2016માં વડાપ્રધાન દ્વારા પુલનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. તે 21.8 કિલોમીટર લાંબો છ લેન પુલ છે, જેની લંબાઈ સમુદ્ર પર 16.5 કિલોમીટર અને જમીન પર લગભગ 5.5 કિલોમીટર છે.

Next Story