આતિશી 21 સપ્ટેમ્બરના રોજ દિલ્હીના મુખ્યમંત્રી પદના શપથ લેશે. આતિશી પોતાની કેબિનેટ સાથે શપથ લેશે. મુકેશ અહલાવત કેબિનેટમાં નવો ચહેરો હશે.AAPએ કહ્યું કે મુકેશ સામાજિક ન્યાય મંત્રી રાજકુમાર આનંદનું સ્થાન લેશે. અહલાવત દિલ્હીની સુલતાનપુર માજરા સીટના ધારાસભ્ય છે. તેઓ આમ આદમી પાર્ટી (AAP)નો દલિત ચહેરો છે.
દિલ્હી સરકારની કેબિનેટમાં મુખ્યમંત્રી સહિત સાત સભ્યો છે. નવા મુખ્યમંત્રી અને નવા સભ્યોનો કાર્યકાળ ટૂંકો રહેશે, કારણ કે વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ ફેબ્રુઆરી 2025 સુધીનો છે.કેબિનેટમાં ગોપાલ રાય, કૈલાશ ગેહલોત, સૌરભ ભારદ્વાજ અને ઈમરાન હુસૈન મંત્રી તરીકે યથાવત રહેશે. હજુ સાતમા સભ્યના નામની જાહેરાત કરવામાં આવી નથી.