અયોધ્યા: આકરી ગરમીમાં રામલલ્લા માટે વિશેષ સુવિધા, સુતરાઉ વાઘા સહિત ગર્ભગૃહમાં AC લગાવવમાં આવશે

New Update
અયોધ્યા: આકરી ગરમીમાં રામલલ્લા માટે વિશેષ સુવિધા, સુતરાઉ વાઘા સહિત ગર્ભગૃહમાં AC લગાવવમાં આવશે

અયોધ્યામાં મહત્તમ તાપમાન 41 ડિગ્રીએ પહોંચી ગયું છે. ખરાબ હવામાનને કારણે અયોધ્યામાં રામલલ્લાની સેવામાં ફેરફાર કરવામાં આવ્યો છે. તેઓને હવે હળવી એમ્બ્રોઇડરીવાળાં સુતરાઉ કપડાં પહેરાવવામાં આવે છે. લાઇટ જ્વેલરીથી શણગારવામાં આવે છે. પૂજારી સંતોષ કુમાર તિવારીએ જણાવ્યું કે ભગવાનને દરરોજ દહીં અથવા લસ્સીની સાથે મોસમી રસદાર ફળોનો ભોગ ધરાવવામાં આવે છે. જેમાં કેરી, મોસંબી, લીચી, તરબૂચ અને સક્કરટેટીનો સમાવેશ થાય છે.રામલલ્લા માટે નવું એસી આવી ગયું છે, જે ટૂંક સમયમાં ગર્ભગૃહમાં લગાવવામાં આવશે. હાલ ગર્ભગૃહમાં કૂલર છે.

ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે રામમંદિર માટે એસી સોંપ્યું છે. ચંપત રાય કહે છે કે ટ્રસ્ટ ભગવાનની સેવામાં સતત સુધારો કરી રહ્યું છે. ભગવાનની દરેક નાની નાની જરૂરિયાતનું ધ્યાન રાખવામાં આવે છે.ગુલાબ, જાસ્મિન, મેરીગોલ્ડ વગેરે જેવાં ઠંડક આપતાં ફૂલોથી શણગાર કરવામાં આવી રહ્યો છે. રામલલ્લાને ખૂબ જ પ્રિય એવા તુલસી સાથે તેમના એક હજાર નામમાં રોજની પ્રાર્થનાઓ ચાલી રહી છે. આ દિવસોમાં રામલલ્લા જે કપડાં પહેરે છે તે દિલ્હીના ફેશન ડિઝાઈનર મનીષ ત્રિપાઠીએ જાતે જ ડિઝાઈન કરીને મોકલ્યાં છે. તેમણે ચાર મહિનાથી રામલલ્લાની આ સેવા શરૂ કરી છે. તેઓ એક વર્ષ સુધી દરરોજ રામલલ્લા માટે કપડાં મોકલશે.

Latest Stories