New Update
/connect-gujarat/media/media_files/dZhoT7C7tVrXtXFQYE5H.jpg)
બાબરી મસ્જિદ
NCERTના પુસ્તકમાંથી બાબરી મસ્જિદ, ભગવાન રામ, શ્રી રામ, રથયાત્રા, કાર સેવા અને ધ્વંસ પછીની હિંસા વિશેની માહિતી હટાવી દેવામાં આવી છે. દેશની ટોચની શિક્ષણ સંસ્થાએ ધોરણ 12ના પોલિટિકલ સાયન્સના પુસ્તકમાંથી આ શબ્દો હટાવી દીધા છે.
શા માટે બાબરી મસ્જિદ ધ્વંસ કે પછી કોમી હિંસાનો સંદર્ભ દૂર કરવામાં આવ્યો? આ સવાલ પર NCERTના ડાયરેક્ટર દિનેશ પ્રસાદ સકલાનીએ કહ્યું- શા માટે આપણે શાળામાં રમખાણો વિશે ભણાવવું જોઈએ? અમે સકારાત્મક નાગરિકો બનાવવા માંગીએ છીએ, હિંસક અને હતાશ લોકો નહીં.જૂના NCERT પુસ્તકમાં બાબરી મસ્જિદનો ઉલ્લેખ 16મી સદીની મસ્જિદ તરીકે કરવામાં આવ્યો હતો. તેનું નિર્માણ મુઘલ સમ્રાટ બાબરના સેનાપતિ મીર બાકી દ્વારા કરવામાં આવ્યું હતું. નવા પુસ્તકમાં તેને ત્રણ ગુંબજવાળું સ્ટ્રકટર તરીકે વર્ણવવામાં આવ્યું છે.
એવું કહેવામાં આવે છે કે ત્રણ ગુંબજવાળી ઇમારત 1528માં શ્રી રામના જન્મસ્થળ પર બનાવવામાં આવી હતી. તેની આંતરિક અને બાહ્ય રચનાઓમાં હિન્દુ પ્રતીકો અને અવશેષો સ્પષ્ટપણે દેખાતા હતા.
Latest Stories