New Update
/connect-gujarat/media/post_banners/d8dcf6711226d7cd3b75dc03e808813941d70785d76e3d4b62215e2678d95385.webp)
બનાસકાંઠામાં ડીસા પાલનપુર હાઈવે પર ભયાનક અકસ્માત સર્જાયો હતો. મળતી જાણકારી અનુસાર, ડીસા પાલનપુર હાઇવે પર કેમિકલ ભરેલા ટેન્કર અને ડમ્પર વચ્ચે ભયાનક અકસ્માત થયો હતો. અકસ્માત બાદ ટેન્કરમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં એકનું મોત થયું હતું. આગ લાગ્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. અકસ્માતને પગલે ડીસા પાલનપુર હાઈવે પર વાહનવ્યવહાર ઠપ્પ થયો હતો. આગ લાગતાં લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.
Latest Stories