BCCIએ નવા સચિવની કરી જાહેરાત, દેવજીત સૈકિયા જય શાહના ઉત્તરાધિકારી બન્યા

BCCIની સ્પેશિયલ જનરલ મીટિંગમાં દેવજીત સૈકિયા સેક્રેટરી તરીકે અને પ્રભતેજ સિંહ ભાટિયા ટ્રેઝરર તરીકે ચૂંટાયા હતા. જય શાહ ICCના અધ્યક્ષ બન્યા બાદ સૈકિયા

New Update
jay shah

BCCIની સ્પેશિયલ જનરલ મીટિંગમાં દેવજીત સૈકિયા સેક્રેટરી તરીકે અને પ્રભતેજ સિંહ ભાટિયા ટ્રેઝરર તરીકે ચૂંટાયા હતા. જય શાહ ICCના અધ્યક્ષ બન્યા બાદ સૈકિયા વચગાળાના સચિવ તરીકે સેવા આપી રહ્યા છે. નોંધનિય છે કે, સૈકિયા ભૂતપૂર્વ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની વિશેષ સામાન્ય સભા (SGM)માં દેવજીત સૈકિયા અને પ્રભતેજ સિંહ ભાટિયાને અનુક્રમે BCCI સેક્રેટરી અને ટ્રેઝરર તરીકે સત્તાવાર રીતે ચૂંટવામાં આવ્યા હતા.

BCCIના ચૂંટણી અધિકારી અને ભારતના ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) અચલ કુમાર જોતિએ મંગળવારે યાદીને આખરી ઓપ આપ્યો ત્યારે ખાલી જગ્યાઓ માટે સૈકિયા અને પ્રભતેજ એકમાત્ર ઉમેદવારો હતા. નોંધનિય છે કે, જય શાહ 1 ડિસેમ્બરે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ના અધ્યક્ષ બન્યા ત્યારથી સાયકિયા BCCIના વચગાળાના સચિવ તરીકે કામ કરી રહ્યા છે. BCCIના બંધારણ મુજબ કોઈપણ ખાલી જગ્યા 45 દિવસની અંદર SGM (સ્પેશિયલ જનરલ મીટિંગ) બોલાવીને ભરવામાં આવે. રવિવાર આ સમયગાળાનો 43મો દિવસ છે.

Latest Stories