શપથ ગ્રહણ પૂર્વે નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધી અને અટલ બિહારી વાજપેયીને કર્યા નમન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે મહાત્મા ગાંધી અને પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની સમાધિ પર પહોંચ્યા હતા. તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પછી પીએમ વોર મેમોરિયલ ગયા અને શહીદોને સલામી આપી

New Update
નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે મહાત્મા ગાંધી અને પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની સમાધિ પર પહોંચ્યા હતા. તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પછી પીએમ વોર મેમોરિયલ ગયા અને શહીદોને સલામી આપી. તેઓ આજે સાંજે 7.15 કલાકે રાષ્ટ્રપતિ ભવનમાં ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે.

શપથ લેવાની સાથે જ મોદી સતત ત્રણ વખત વડાપ્રધાન બનવાના ભૂતપૂર્વ પીએમ પંડિત જવાહર લાલ નેહરુના 62 વર્ષ જૂના રેકોર્ડની બરાબરી કરશે. નેહરુ 1952, 1957 અને 1962માં સતત ત્રણ વખત જીતીને પીએમ બન્યા હતા. જોકે, નેહરુની સરકાર પાસે સંપૂર્ણ બહુમતી હતી. મોદીની ત્રીજી ઇનિંગ ગઠબંધનના આધારે ચાલશે.દેશમાં 1990ના દાયકાથી ગઠબંધનની રાજનીતિ ચાલી રહી હતી. મોદીના નેતૃત્વમાં ભાજપે 2014 અને 2019માં સંપૂર્ણ બહુમતી મેળવીને આ વલણને તોડ્યું હતું. જોકે, 2024માં ભાજપને 240 બેઠકો જ મળી અને બહુમતી માટે તેમને સહયોગીઓની જરૂર પડી.

Latest Stories