Connect Gujarat
દેશ

લોકસભા ચૂંટણી 2024 પહેલા ચૂંટણી પંચ બન્યુ કડક, રાજકીય પાર્ટીઓને આપ્યો આ નિર્દેશ

લોકસભા ચૂંટણી 2024 પહેલા ચૂંટણી પંચ બન્યુ કડક, રાજકીય પાર્ટીઓને આપ્યો આ નિર્દેશ
X

ચૂંટણીમાં સ્ટાર પ્રચારકોની મોટી ભૂમિકા હોય છે. ઘણી વખત સ્ટાર પ્રચારકોથી આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન થઈ જાય છે પણ આ વખતે ઉલ્લંઘન કરવા પર તમામ સ્ટાર પ્રચારકોની મુશ્કેલીઓ વધી શકે છે. ચૂંટણી પંચે કહ્યું કે જે સ્ટાર પ્રચારકો અને ઉમેદવારોને પહેલાથી જ આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન કરવાની નોટિસ મળી ચૂકી છે.લોકસભા ચૂંટણી 2024ની જાહેરાત થોડા સમયમાં થવાની છે, આ પહેલા જ ચૂંટણી પંચે તમામ રાજકીય પાર્ટીઓને એક એડવાઈઝરી જાહેર કરી દીધી છે. પંચે ભડકાઉ ભાષણ અને તથ્યો વગરના નિવેદનો ના આપવાનો કડક નિર્દેશ આપ્યો છે.

પંચે કહ્યું છે કે પ્રચાર દરમિયાન જાતિ-ધર્મના આધાર પર મત ના મગાવવા જોઈએ. પંચે કહ્યું કે મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરૂદ્વારા કે કોઈ અન્ય ધાર્મિક સ્થળને લઈ નિવેદન આપવાથી બચવું જોઈએ. જો કોઈ આનું ઉલ્લંઘન કરવામાં આવ્યું તો કાર્યવાહી થઈ શકે છે.મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે તાજેત્તરમાં જ રાજકીય પાર્ટીને નૈતિક અને સન્માનજનક રાજનીતિને પ્રોત્સાહન આપવું જોઈએ. પંચની આ એડવાઈઝરી સકારાત્મક રાજનીતિ તરફ પ્રેરિત કરે છે. પંચે આદર્શ આચારસંહિતાના ઉલ્લંઘનને અભિયાન દ્વારા રોકવા માટે પાયો તૈયાર કરી રહ્યા છે.

Next Story