New Update
/connect-gujarat/media/media_files/TEPVySZw6cVGh3c9JnpA.jpg)
ઇસરોના વૈજ્ઞાનિક દ્વારા ભરૂચના આંતરરાષ્ટ્રીય કેલિગ્રાફી કલાકાર ગોરી યુસુફ હુસેનનું કાલિકટ કેરલા ખાતે સન્માન કરવામાં આવ્યું હતું
ભરુચ માટે ખાસ ગૌરવ લેવા જેવી વાત છે કે આંતરરાષ્ટ્રીય કેલિગ્રાફી કલાકાર ગોરી યુસુફ હુસેનનું ઇસરોના વૈજ્ઞાનિક દ્વારા તારીખ 27-જૂન-2024ના રોજ સન્માન કરાયું હતુ.કેરલાના કાલિકટ ખાતે આવેલ મર્કઝ નોલેજ સિટીમાં આર્ટ એન્ડ કલ્ચરની એક કોન્ફરન્સ યોજાઇ હતી જેમાં ભરૂચના આંતરરાષ્ટ્રીય કલાકાર ગોરી યુસુફ હુસેનને તેમની કેલિગ્રાફી આર્ટ માટે નિમંત્રિત કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓની આંતરરાષ્ટ્રીય કેલિગ્રાફી કલાની ખૂબ જ સરાહના કરવામાં આવી હતી અને આ સંદર્ભમાં મર્કઝ નોલેજ સિટીએ તેમનું સન્માન કરવાનું વિચાર્યું હતું અને તેઓનું એ સન્માન ભારતની સ્પેશ અને રિસર્ચ ઓર્ગેનાજેશન ‘ઇસરો’ના સેવા નિવૃત વૈજ્ઞાનિક ડો. અબ્દુલ સલામ દ્વારા કરવામાં આવ્યું હતું કે જેઓ હાલ મર્કઝ નોલેજ સિટીના સીઇઓના હોદ્દા પર બિરાજમાન છે.
આ પ્રસંગે અલ ઉસ્તાદ શેખ અબુબકર એહમદ , ગ્રાન્ડ મુફ્તી ઓફ ઈન્ડિયા , સેક્રેટરી મર્કઝ નોલેજ સિટી , ડો. અબ્દુલ સલામ ‘ઇસરો’ના સેવા નિવૃત વૈજ્ઞાનિક અને સીઆઇઓ મર્કઝ નોલેજ સિટી, ડો. મહુમ્મદ અબ્દુલ હકિમ અઝારી અલકાંડી, મેનેજિગ ડાયરેક્ટર મર્કઝ નોલેજ સિટી તથા ઉબેદ ઇબ્રાહિમ નુરાની , ડાયરેક્ટર , મર્કઝ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories