ભરૂચ : ઝઘડિયામાં ૨૧.૫૬ લાખનો વિદેશી દારૂની બોટલોનો કરાયો નાશ

ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઇડીસી પોલીસ મથક વિસ્તારમાં આજરોજ ઝઘડિયા સબ ડિવિઝન વિસ્તારના પાંચ પોલીસ મથકો ઝઘડિયા,ઝઘડિયા જીઆઇડીસી ઉમલ્લા,રાજપારડી અને

New Update
gujarat likar

ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઇડીસી પોલીસ મથક વિસ્તારમાં આજરોજ ઝઘડિયા સબ ડિવિઝન વિસ્તારના પાંચ પોલીસ મથકો ઝઘડિયા,ઝઘડિયા જીઆઇડીસી, ઉમલ્લા,રાજપારડી અને નેત્રંગ પોલીસ મથકોમાં ઝડપાયેલ વિદેશી દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો.



ઝઘડિયા પ્રાન્ત અધિકારી,ઝઘડિયા ડિવાયએસપી તેમજ સ્થાનિક પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં આ પાંચ પોલીસ મથકોમાં નંધાયેલ કુલ ૧૦૮ જેટલા ગુનાઓમાં પકડાયેલ  રૂપિયા ૨૧.૫૬ લાખની કિંમતની દારૂની નાનીમોટી કુલ ૧૭૮૦૦ જેટલી બોટલો પાથરીને તેના ઉપર બુલડોઝર ફેરવીને આ પ્રોહિબિશન મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છેકે ઘણીવાર પોલીસ દ્વારા ભારતીય બનાવટનો વિદેશી દારુ ઝડપી લઇને પકડાયેલ બુટલેગરો વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ વિવિધ પોલીસ મથકોમાં  ભેગો થયેલ દારૂનો જથ્થો આ રીતે નાશ કરવામાં આવતો હોય છે.

Latest Stories