ભરૂચ: વાલિયા પોલીસ મથકના પોલીસકર્મીએ જ રૂ.31 લાખનો વિદેશી દારૂનો જથ્થો કર્યો સગેવગે !

New Update
ભરૂચ: વાલિયા પોલીસ મથકના પોલીસકર્મીએ જ રૂ.31 લાખનો વિદેશી દારૂનો જથ્થો કર્યો સગેવગે !

ભરૂચના વાલિયા પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સસ્પેન્ડ કરાયેલ ક્રાઇમ રાઇટર હેડ સામે વધુ એક ગુનો નોંધાયો હતો

Advertisment

ભરૂચના વાલિયા પોલીસ મથકમાં હેડ ક્રાઇમ રાઇટર તરીકે ફરજ બજાવતા જગદીશ વસાવા સામે વધુ એક ગુનો નોંધાવવા પામ્યો છે.વાલિયા પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ અનુસાર પોલીસ મથક તેમજ અન્ય એજન્સી દ્વારા વિદેશી દારૂનો જથ્થો અલગ અલગ દરોડા પાડી કબ્જે કરવામાં આવ્યો હતો જે કબ્જે કરેલ પ્રોહિબિશનનો મુદ્દામાલની દેખરેખ અને કબ્જા હેઠળ નિભાવણી કરી હેડ ક્રાઇમ રાઇટર જગદીશ વસાવાની જવાબદારી હેઠળ રહેતી હતી જે દારૂનો મુદ્દામલ ઉપરી કચેરીની સૂચના મુજબ ભૌતિક ચકાસણી કરતાં તેમાં ૨૩ હજાર ૬૩૮ નંગ બોટલ મળી ૩૧ લાખના મુદ્દામાલની ઘાટ જણાઈ આવી હતી.જેને પગલે હેડ ક્રાઇમ રાઇટરે પોતાની ફરજ દરમિયાન વિદેશી દારૂનો અંગત લાભ માટે સગેવગે કરી વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે.

Latest Stories