Connect Gujarat
દેશ

ભરૂચ : 'બિપરજોય' વાવાઝોડાની આગાહીને લઈ તંત્ર સતર્ક બન્યું, 29 ગામો સાથે 5 ઔદ્યોગિક એકમોને પણ એલર્ટ કરાયા...

X

બિપરજોય વાવાઝોડાના કારણે ગુજરાતના દરિયા કાંઠે અસર

દહેશત વચ્ચે ભરૂચના દરિયા કાંઠા વિસ્તારને એલર્ટ કરાયા

પ્રતિકુળ અસરોને લઈ જિલ્લાનું વહીવટી તંત્ર વધી સાબદું થયું

અરબી સમુદ્રમાં સર્જાયેલ બિપરજોય વાવાઝોડુ ગુજરાતના કાંઠાને ધમરોળવાની દહેશત વચ્ચે ભરૂચ જિલ્લાના દરિયા કાંઠે તેની સંભવત પ્રતિકુળ અસરોને લઈ જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ થયું છે.

બિપરજોય વાવાઝોડાની સંભવિત અસરના પગલે ભરૂચ જિલ્લાના વાગરા, જંબુસર અને હાંસોટ 3 તાલુકાના કાંઠા વિસ્તારના 29 ગામોને સાબદા કરાયા છે. સાથે જ જિલ્લા ડિઝાસ્ટર અને તાલુકા સ્તરે પણ તમામ કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત કરી દઇ તમામ અધિકારીઓ, મામલતદાર, પ્રાંત, તલાટીઓને સ્થિતિ પર સતત નજર રાખવા સૂચના અપાઈ છે. વાવાઝોડાને લઈ દહેજ બંદરે ભયસુચક સિગ્નલ 2 દિવસથી લગાડી દેવાયુ છે. તમામ માછીમારોને આગામી તા. 12 જૂન સુધી દરિયો નહીં ખેડવા સુચનાઓ આપી દેવાઈ છે. ઉપરાંત ભરૂચની 5 જેટીઓને પણ તકેદારી માટે તાકિદ કરવામાં આવી છે. જિલ્લામાં વાવાઝોડાની સંભવત અસરને લઈ સલામતી તેમજ તકેદારીના ભાગરૂપે જિલ્લાનું તંત્ર અને ડિઝાસ્ટર વિભાગ તમામ વ્યવસ્થા સાથે પરિસ્થિતિ મુજબ કામગીરી કરવા તૈનાત થયું છે. હવામાન વિભાગ તરફથી ભરૂચ જિલ્લાને મળેલી માહિતી મુજબ, 30થી 40 કીલોમીટરની ઝડપે પવન કુંકાવાની શકયતા વ્યકત કરાઈ છે. તો બીજી તરફ, વાવાઝોડાને લઈ ચક્રવાતની સંભાવના નહી હોવાનું હવામાના વિભાગ જણાવી રહ્યુ છે.

Next Story