Connect Gujarat
દેશ

ભરૂચમાં રોયલ કોમ્પ્લેક્સ સંપૂર્ણ “જર્જરિત”, ચોથા માળેથી પોપડા ખરતા લોકોના જીવ તાળવે ચોટ્યા...

X

રોયલ કોમ્પ્લેક્સનો ચોથો માળ થયો સંપૂર્ણ જર્જરિત

મોટા પોપડા ખરી પડતાં લોકોના જીવ તાળવે ચોટ્યા

લોકોએ પાલિકા પાસે કરી ઇમારતના મરામતની માંગ

ભરૂચના મહાત્મા ગાંધી રોડ ઉપર આવેલ રોયલ કોમ્પ્લેક્સના 4 માળની ઇમારતમાં સૌથી ઉપરની ઈમારત અત્યંત જર્જરિત અને જોખમી બની ગઈ છે. જેથી ઘણા મકાન માલિકો આ ઇમારત ખાલી કરીને ત્યાંથી પરત થઈ ગયા છે. પરંતુ જર્જરિત ઈમારતના મોટા સ્લેબ વારંવાર ખરી રહ્યા છે, ત્યારે ભરૂચ નગરપાલિકાએ પણ વારંવાર આ જર્જરિત ઇમારતની મરામત માટે નોટિસો પાઠવી છે. જોકે, ઘણા મકાન માલિકોએ મરામત પણ કરાવી છે. પરંતુ સંપૂર્ણ ઈમારતના ચોથા માળની કેટલોક ભાગ અત્યંત જર્જરિત અને જોખમી બની ગયો છે. વારંવાર પોપડા ખરી રહ્યા છે, ત્યારે વધુ એક મોટો પોપડો ખરી પડતાં અહીના દુકાનદારોના જીવ તાળવે ચોટ્યા હતા. જેના પગલે તેઓએ પણ જીવના જોખમ વચ્ચે વ્યવસાય કરવા મજબૂર થયા હોવાનું જણાવ્યુ હતું. ભરૂચ નગરપાલિકા માત્ર મરામત માટે નોટિસ પાઠવીને સંતોષ માની રહી છે. પરંતુ કોઈ નક્કર કાર્યવાહી ન કરતા જો કોઈ મોટી હોનારત સર્જાય તો તેનો જવાબદાર કોણ તેવો પ્રશ્ન સ્થાનિક દુકાનદારોએ પાલિકાને કર્યો છે.

Next Story