આજે ભાજપે જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે તેની ચોથી યાદી જાહેર કરી છે. ભાજપે આ યાદીમાં કુલ 6 લોકોને સ્થાન આપ્યું છે, જેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ રવિન્દર રૈનાનું નામ પણ સામેલ છે. પ્રખ્યાત લાલ ચોક બેઠક પરથી એન્જિનિયર એજાઝ હુસૈનને તેમના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ સાથે પાર્ટીએ અત્યાર સુધીમાં કુલ 51 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.
આ યાદીમાં ભાજપે નૌશેરા બેઠક પરથી બીજેપી પ્રદેશ અધ્યક્ષ રવિન્દર રૈનાને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે ઇદગાહ બેઠક પરથી આરીફ રાજા, લાલ ચોકથી એન્જી. એજાઝ હુસૈન, ખાનસાહિબ બેઠક પરથી ડૉ. અલી મોહમ્મદ મીર, ચરાર-એ-શરીફ બેઠક પરથી ઝાહિદ હુસૈન અને રાજૌરી (ST) બેઠક પરથી વિબોધ ગુપ્તાને તેમના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.