Connect Gujarat
દેશ

ભાજપે ઇલેક્શન મેનીફેસ્ટો કમિટી કરી જાહેર, રાજનાથસિંહ ચેરમેન, CM ભુપેન્દ્ર પટેલને પણ મળ્યુ સ્થાન

ભાજપે લોકસભા ચૂંટણી માટે ચૂંટણીઢંઢેરા સમિતિની જાહેરાત કરી છે. સમિતિનું નેતૃત્વ રાજનાથ સિંહ કરશે, જ્યારે નિર્મલા સીતારમણ સમિતિના કન્વીનર હશે.

ભાજપે ઇલેક્શન મેનીફેસ્ટો કમિટી કરી જાહેર, રાજનાથસિંહ ચેરમેન, CM ભુપેન્દ્ર પટેલને પણ મળ્યુ સ્થાન
X

ભાજપે લોકસભા ચૂંટણી માટે ચૂંટણીઢંઢેરા સમિતિની જાહેરાત કરી છે. સમિતિનું નેતૃત્વ રાજનાથ સિંહ કરશે, જ્યારે નિર્મલા સીતારમણ સમિતિના કન્વીનર હશે.પીયૂષ ગોયલને સહ-સંયોજકની જવાબદારી સોંપવામાં આવી છે. મળતી માહિતી મુજબ, ભાજપની આ ચૂંટણીઢંઢેરાની સમિતિમાં કુલ 27 સભ્ય હશે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવની સાથે પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણને પણ સમિતિમાં સામેલ કરવામાં આવ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ સમિતિમાં સભ્ય તરીકે સ્થાન મળ્યું છે.ભાજપના ચૂંટણીઢંઢેરાની સમિતિમાં અર્જુન મુંડા, ભૂપેન્દ્ર યાદવ, સ્મૃતિ ઈરાની, અર્જુનરામ મેઘવાલ, કિરણ રિજિજુ, અશ્વિની વૈષ્ણવ, ધર્મેન્દ્ર પ્રધાન, ભૂપેન્દ્ર પટેલ, હિમંતા બિસ્વા સરમા, વિષ્ણુદેવ સાય, રવિશંકર પ્રસાદ, સુશીલ મોદી, કેશવ પ્રસાદ, રાજીવ ચંદ્રશેખર, વિનોદ તાવડે, રાધામોહન દાસ, ઓપી ધનખડ, અનિલ એન્ટની, તારીક મન્સૂર વગેરે સામેલ છે.ભાજપે લોકસભા ચૂંટણીને લઈને અત્યારસુધી 7 યાદી જાહેર કરી છે. સાતમી યાદી સાથે ભાજપે અત્યારસુધીમાં તેના 407 ઉમેદવારની જાહેરાત કરી છે. પાર્ટીએ 101 સાંસદની ટિકિટ રદ કરી છે. મહારાષ્ટ્રમાં ભાજપ એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડશે. જોકે હજુ સુધી બંને પક્ષ વચ્ચે સીટની વહેંચણી અંગે કોઈ સમજૂતી થઈ નથી. માનવામાં આવે છે કે આ મુદ્દે બંને પક્ષ વચ્ચે વાતચીત ચાલી રહી છે.

Next Story