G20ના સફળ આયોજન પર ભાજપનો જશ્ન, મુખ્યાલયમાં PM મોદીનું થયું ભવ્ય સ્વાગત

New Update
G20ના સફળ આયોજન પર ભાજપનો જશ્ન, મુખ્યાલયમાં PM મોદીનું થયું ભવ્ય સ્વાગત

ભારતે જે રીતે જી20 સમિટ ગોઠવી જાણ્યું તેની પર આખી દુનિયા આફરિન છે. દુનિયાના દેશો પીએમ મોદી અને ભારતના વખાણ કરતા થાકતા નથી. જી20ની સફળતા બદલ પીએમ મોદી પર દુનિયાભરથી અભિનંદન મેસેજ આવ્યાં છે. ભાજપે પણ આ પ્રસંગનો લ્હાવો લીધો અને તેના નવી દિલ્હી ખાતેના મેઈન મુખ્યાલયમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. પીએમ મોદી જેવી કારમાંથી ઉતર્યાં કે તરત કાર્યકરોએ તેમના સ્વાગતમા નારેબાજી કરવા લાગ્યાં હતા અને 'મોદીજી આપકા સ્વાગત હૈ' તેવા ગગનભેદી જયઘોષ કર્યાં હતા.

Advertisment W3.CSS

પીએમ મોદી જી-20ના સફળ સંગઠન બાદ પ્રથમ વખત ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા. આ દરમિયાન કાર્યકર્તાઓએ તેમના પર પુષ્પવર્ષા કરી. પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ તેમનું સ્વાગત કર્યું. ગૃહમંત્રી અમિત શાહ પાર્ટી કાર્યાલય પહોંચ્યા. આ દરમિયાન ઘણા કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદો પણ હાજર રહ્યા હતા. જી-20ની સફળતા બાદથી પીએમ મોદીને દેશ-દુનિયામાંથી અભિનંદન મળી રહ્યા છે.