ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને છેલ્લી ઘડીની તૈયારીમાં "ભાજપ", દિલ્હીમાં મહત્વની બેઠક...

ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે ભાજપે ચૂંટણીની તૈયારીઓ અને ઉમેદવાર નક્કી કરવા તાત્કાલિક મિટિંગ બોલાવી છે.

New Update
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને છેલ્લી ઘડીની તૈયારીમાં "ભાજપ", દિલ્હીમાં મહત્વની બેઠક...

ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે ભાજપે ચૂંટણીની તૈયારીઓ અને ઉમેદવાર નક્કી કરવા તાત્કાલિક મિટિંગ બોલાવી છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હાઇકમાન્ડ સાથે મુલાકાત કરવા દિલ્હી રવાના થયા છે.

ઉલ્લેખનીય છે કે, હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે, જ્યારે ગુજરાતની ચૂંટણી જાહેરાત બાકી છે. હિમાચલ પ્રદેશમાં તા. 12 નવેમ્બરે મતદાન છે, અને તા. 8 ડિસેમ્બરે પરિણામ છે. તા. 8 ડિસેમ્બરે જ ગુજરાત અને હિમાચલના પરિણામ જાહેર થવાની શક્યતા છે. આ વચ્ચે મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખની હાઇકમાન્ડ સાથેની મુલાકાત સૂચક માનવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલ દિલ્હીમાં હાઇકમાન્ડ સાથેની બેઠકમાં ગુજરાત ચૂંટણી મુદ્દે ચર્ચા-વિચારણા કરશે. જેમાં જ્ઞાતિ ગણિત, રીપિટ, નો-રીપિટ થિયરી સહિતની બાબતો અંગે વિચારણા કરી ઉમેદવાર નક્કી કરવા માટે મંથન કરશે.

Latest Stories