ભાજપ 2024ની ચૂંટણી જેપી નડ્ડાની અધ્યક્ષતામાં લડશે, નડ્ડાનો કાર્યકાળ જૂન-2024 સુધી વધારવામાં આવ્યો

દિલ્હીમાં ભાજપની કારોબારી બેઠકનો આજે બીજો અને અંતિમ દિવસ છે. આજે પાર્ટી-અધ્યક્ષ જેપી નડ્ડાના કાર્યકાળ વધારવા પર મહોર લાગી ચૂકી છે.

New Update
ભાજપ 2024ની ચૂંટણી જેપી નડ્ડાની અધ્યક્ષતામાં લડશે, નડ્ડાનો કાર્યકાળ જૂન-2024 સુધી વધારવામાં આવ્યો

દિલ્હીમાં ભાજપની કારોબારી બેઠકનો આજે બીજો અને અંતિમ દિવસ છે. આજે પાર્ટી-અધ્યક્ષ જેપી નડ્ડાના કાર્યકાળ વધારવા પર મહોર લાગી ચૂકી છે. જેપી નડ્ડાનો એક વર્ષનો કાર્યકાળ વધારવામાં આવ્યો છે.20 જાન્યુઆરીના રોજ નડ્ડાનો કાર્યકાળ સમાપ્ત થવા જઈ રહ્યો હતો. હવે જૂન 2024 સુધી તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પર રહેશે. કારોબારી બેઠકમાં રક્ષામંત્રી રાજનાથ સિંહે જેપી નડ્ડાને અધ્યક્ષ પદે યથાવત રાખવા પ્રસ્તાવ મૂક્યો હતો. સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પદાધિકારીઓને સંબોધન આપશે. મોદીના ભાષણને માર્ગદર્શક નિવેદન કહેવામાં આવ્યું છે. આ પછી આ બે દિવસીય બેઠક સમાપ્ત થશે.પહેલા દિવસે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદ માર્ગથી NDMC કન્વેન્શન સેન્ટર સુધી લગભગ 15 મિનિટ સુધી રોડ શો કર્યો હતો. આ પછી તેઓ સીધા જ કારોબારીની બેઠકમાં પહોંચ્યા અને કાર્યક્રમનું ઔપચારિક ઉદઘાટન કર્યું.BJP નેતા રવિશંકર પ્રસાદે મીટિંગ અંગે મીડિયાને માહિતી આપી હતી.તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નબળા બૂથની ઓળખ કરી હતી અને તેમને મજબૂતીથી કામ કરવા કહ્યું હતું. પાર્ટીએ આવાં 72 હજાર બૂથની ઓળખ કરી છે. અત્યારસુધી પાર્ટી 1 લાખ 32 હજાર બૂથ પર પહોંચી ગઈ છે.

Latest Stories